165 કરોડની વર્લ્ડકપ ટ્રોફી ચેમ્પિયન ટીમને નહીં મળે, જાણો તેની પાછળનું કારણ અને રસપ્રદ ઈતિહાસ

|

Dec 18, 2022 | 5:45 PM

ચેમ્પિયન ટીમ માટે 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્લ્ડકપ ટ્રોફી ચેમ્પિયન ટીમને મળશે નહીં. ચાલો જાણીએ તેની પાછળનું કારણ અને ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ.

165 કરોડની વર્લ્ડકપ ટ્રોફી ચેમ્પિયન ટીમને નહીં મળે, જાણો તેની પાછળનું કારણ અને રસપ્રદ ઈતિહાસ
FIFA World Cup trophy
Image Credit source: File photo

Follow us on

20 નવેમ્બરથી કતારની ધરતી પર ફૂટબોલનો મહાકુંભ શરુ થયો હતો. આ મહાકુંભમાં 32 ટીમોના 832 ખેલાડીઓ વચ્ચેની 63 રોમાંચક મેચ બાદ આજે દુનિયાને વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ મળશે. આજે કતારના દોહાના લુસેલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ રમાશે. તે પહેલા ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકથી વર્લ્ડકપની કલોઝિંગ સેરેમની પણ શરુ થશે. આ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી નોરા અને દીપિકા પણ જોવા મળશે. ફ્રાન્સ અને ઓર્જેન્ટિના પાસે ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બનવાની તક છે. ચેમ્પિયન ટીમ માટે 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફી પણ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્લ્ડકપ ટ્રોફી ચેમ્પિયન ટીમને મળશે નહીં. ચાલો જાણઈએ તેની પાછળનું કારણ અને ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ.

વર્લ્ડકપ પહેલા ફિફા વર્લ્ડકપ ટ્રોફીની ટૂર યોજવામાં આવી હતી. આ ટૂર દરમિયાન ફિફા વર્લ્ડકપની ટ્રોફી દુનિયાના 51 દેશમાંથી પસાર થઈ હતી. આ 51 દેશોમાં વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશો પણ સામેલ છે. આ ટૂર દરમિયાન અનેક દેશના ફૂટબોલ ફેન્સ વર્લ્ડકપની ટ્રોફીને વધારે નજીકથી જોઈ શક્યા હતા અને તેની સાથે ફોટો પડાવવાની તક પણ તેમને મળી હતી. હાલમાં ફિફા પુરુષ વર્લ્ડકપ 2022 અને વર્ષ 2023ના મહિલા ફિફા વર્લ્ડકપની ટ્રોફી દોહાના લુસેલ સ્ટેડિયમમાં પહોંચી ચૂકી છે.

ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ફિફા વર્લ્ડકપમાં વિજેતા બનનાર ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે, તે ટ્રોફીને દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1930થી ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ, ત્યારથી લઈને હમણા સુધી 2 ટ્રોફીનો ઉપયોગ થયો છે.

ફિફા વર્લ્ડકપની જૂની ટ્રોફી

ફિફા વર્લ્ડકપની પ્રથમ ટ્રોફીનું મૂળ નામ ‘વિક્ટરી’ રાખવામાં આવ્યું હતુ, પરંતુ બાદમાં ફિફા પ્રમુખ જુલ્સ રિમેટના માનમાં તેનું નામ બદલવામાં આવ્યું હતુ. જુલ્સ રિમેટ એ જ વ્યક્તિ છે જેમણે ફૂટબોલ વર્લ્ડકપનો પ્રસ્તાવ મુક્યો હતો. આ ટ્રોફી તે ગોલ્ડ પ્લેટેડ સ્ટર્લિંગ સિલ્વર અને લેપિસ લાઝુલીથી બનેલી હતી. તેમા વિજયની ગ્રીક દેવી નાઈકીનું નિરૂપણ કરવામાં આવ્યુ હતુ. અસલ જુલ્સ રિમેટ ટ્રોફી 1983માં ચોરાઈ ગઈ હતી અને તે ક્યારેય ફરી મળી નથી.

Jules Rimet Trophy તરીકે આ ટ્રોફીને ઓળખવામાં આવે છે. તે 35 સેમી લાંબી, 8.4 કિલો વજનની ટ્રોફી હતી. તેનો આધાર લેપિસ લાઝુલી વાદળી પથ્થર હતો. આ ટ્રોફીના ડિઝાઈનર Abel Lafleur હતા. આ ટ્રોફીની 2 વાર ચોરી થઈ હતી. બીજીવાર ચોરી થયા પછી ટ્રોફી ચોરી થયા પછી ફરી ના મળતા નવી ટ્રોફી બનાવી પડી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે નવી વર્લ્ડકપ ટ્રોફી ફિફા સંસ્થા પાસે જ રહેશે અને ચેમ્પિયન ટીમને ટ્રોફીની રેપલ્કિા આપવામાં આવશે. જેથી ફરીથી વર્લ્ડકપ ટ્રોફી કોઈ વિજેતા ટીમના દેશમાંથી ચોરી ન થાય.

ફિફા વર્લ્ડકપની હાલની ટ્રોફી

હાલની ફિફા વર્લ્ડકપ ટ્રોફી વર્ષ 1974માં રજૂ કરવામાં આવી હતી. આ ટ્રોફી 18 કેરેટ ગોલ્ડની બનેલી છે. તે 37 સેમી લાંબી, 6 કિલોની ટ્રોફી છે. તેની કિંમત 20 મિલિયન ડોલર છે. ટ્રોફીના નીચેના ભાગમાં વિજેતા ટીમના નામ લખવામાં આવે છે વર્ષ 2038ના ફિફા વર્લ્ડકપ સુધી વિજેતા ટીમના નામ લખી શકાય તેટલી જગ્યા આ ટ્રોફીમાં છે. આ ટ્રોફીના ડિઝાઈનર Silvio Gazzaniga હતા.

Next Article