FIFA World Cup 2026: આ 2 ખેલાડીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો, વીડિયો વાયરલ

FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું. સ્પેનની હાર બાદ આર્જેન્ટિનાના બે ખેલાડીઓ વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે તેમણે ઈરાદાપૂર્વક યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

FIFA World Cup 2026: આ 2 ખેલાડીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો, વીડિયો વાયરલ
FIFA World Cup 2026
Image Credit source: X
| Updated on: Jul 20, 2026 | 9:11 PM

FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાનો 0-1 થી પરાજય થયો હતો. આ હાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બધા ખેલાડીઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ મિલાવી રહ્યા છે. પણ આર્જેન્ટિનાના બે ખેલાડીઓએ ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યો નહીં.

FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં ડોનાલ્ડ ટ્રમ્પ

FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ખેલાડીઓને એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ખેલાડીઓને મેડલ આપ્યા હતા અને બધા સાથે હાથ મિલાવ્યા હતા. જોકે, બે ખેલાડીઓએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે હાથ હાથ મિલાવ્યો નહીં. આ બંને ખેલાડીઓ આર્જેન્ટિનાના છે, અને આમાંના એક ખેલાડીએ તો FIFA પ્રમુખ સાથે પણ હાથ મિલાવ્યો નહીં.

રોમેરિયા-માર્ટિનેઝે હાથ ન મિલાવ્યો

આર્જેન્ટિનાના લિસાન્ડ્રો માર્ટિનેઝ અને ક્રિસ્ટિયાનો રોમેરિયાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. લિસાન્ડ્રો માર્ટિનેઝે તો FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો સાથે હાથ ન મિલાવ્યો. આ બંને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે હાર બાદ હતાશામાં બંને ખેલાડીઓએ જાણી જોઈને આવું કર્યું હતું.

 

FIFA વર્લ્ડ કપમાં લિસાન્ડ્રો-રોમેરિયોનું પ્રદર્શન

લિસાન્ડ્રો માર્ટિનેઝે FIFA વર્લ્ડ કપ 2026 માં સાત મેચ રમી હતી, જેમાં એક ગોલ કર્યો હતો અને એક આસિસ્ટ કર્યો હતો. તેને ટુર્નામેન્ટ દરમિયાન બે યલો કાર્ડ મળ્યા હતા. ક્રિસ્ટિયન રોમેરિયાએ સાત મેચમાં એક ગોલ કર્યો હતો અને તેને પણ બે યલો કાર્ડ મળ્યા હતા.

હાર બાદ ખેલાડીઓ સાથે ઝઘડો

હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓએ હોબાળો મચાવ્યો હતો. આર્જેન્ટિનાના ખેલાડી લીઆન્ડ્રો પેરેડેસે બે સ્પેનિશ ખેલાડીઓ સાથે ઝઘડો કર્યો હતો. અંતિમ વ્હિસલ પછી મોલિનાએ સ્પેનિશ સબસ્ટિટ્યૂટ ખેલાડીના પેટમાં મુક્કો માર્યો હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

Published On - 9:10 pm, Mon, 20 July 26

Follow Us