USA vs Netherlands : નેધરલેન્ડની ટીમ સાતમી વાર પહોંચી કવાર્ટર ફાઈનલમાં, યુએસએની ટીમને 3-1થી હરાવી

|

Dec 03, 2022 | 11:11 PM

FIFA World cup 2022 Usa vs Netherlands match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો યુએસએની ટીમ આ યાદીમાં 16માં સ્થાને છે, જ્યારે નેધરલેન્ડની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.

USA vs Netherlands :  નેધરલેન્ડની ટીમ સાતમી વાર પહોંચી કવાર્ટર ફાઈનલમાં, યુએસએની ટીમને 3-1થી હરાવી
FIFA World cup 2022 Usa vs Netherlands match Result
Image Credit source: Twitter

Follow us on

આજે કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે નેધરલેન્ડ અને યુએસએની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી પ્રી કવાર્ટરફાઈનલ મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ના 14માં દિવસે 49મી મેચ રમાઈ હતી. પ્રથમ હાફમાં નેધરલેન્ડની ટીમ 2-0થી આગળ હતી. અંતે નેધરલેન્ડની ટીમે યુએસએની ટીમને 3-1થી હરાવી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડકપ 2022ની કવાર્ટર ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી ટીમ નેધરલેન્ડ બની છે. આ સાથે જ યુએસએની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. નેધરલેન્ડની ટીમ ફિફા વર્લ્ડકપની કવાર્ટર ફાઈનલમાં સાતમી વાર પહોંચી છે.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો યુએસએની ટીમ આ યાદીમાં 16માં સ્થાને છે, જ્યારે નેધરલેન્ડની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે. નેધરલેન્ડની ટીમ છેલ્લી 11 વર્લ્ડકપ મેચમાં અજેય રહી છે. છેલ્લી 11 મેચમાં નેધરલેન્ડની ફૂટબોલ ટીમે 8 મેચમાં જીત મેળવી છે. જ્યારે 3 મેચ ડ્રો રહી છે. યુએસએની ટીમ વર્લ્ડકપની એવી 24 મેચ હારી છે જેમાં તેણે પ્રથમ ગોલ ખાધો હોય. આવી 19 મેચ તે હારી છે જ્યારે 5 મેચ ડ્રો રહી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પ્રથમ પ્રી કવાર્ટર ફાઈનલ મેચની હાઈલાઈટસ

 

નેધરલેન્ડની ટીમે 3-1થી જીતી મેચ

 


નેધરલેન્ડ માટે અનુભવી સ્ટ્રાઈકર મેમ્ફિસ ડિપાય એ 10મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યારબાદ પ્રથમ હાફના એકસ્ટ્રા ટાઈમમાં વિંગ બેક ડમ્ફ્રીસે વધુ ગોલ કરીને નેધરલેન્ડને 2-0થી મેચમાં આગળ વધારી હતી. ઈંગ્લેન્ડના ક્રિશ્વિયન પુલિસિકે 76મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો. અંતે નેધરલેન્ડ માટે પહેલા 2 ગોલ અસિસ્ટ કરનાર ડમ્ફ્રીસે નિર્ણાયક ગોલ કરીને નેધરલેન્ડની જીત નક્કી કરી હતી.

આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રી કવાર્ટર ફાઈનલની પહેલી મેચ યુએસએ અને નેધરલેન્ડની ટીમ વચ્ચે રમાઈ હતી. નેધરલેન્ડની ટીમ વર્ષ 1974, 1978 અને 2010માં ફિફા વર્લ્ડકપની રનર અપ ટીમ રહી છે. વર્લ્ડ રેંકિગમાં આ ટીમ 10માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપ 2022ની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડની ટીમે 2માં જીત મેળવી છે જ્યારે 1 મેચ ડ્રો રહી છે. યુએસએની ટીમ વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમ રહી હતી. વર્લ્ડ રેંકિગમાં આ ટીમ 16માં સ્થાને છે. બંને ટીમો વચ્ચે કુલ મેચ રમાઈ છે જેમાં 4 મેચ નેધરલેન્ડ અને 1 મેચ યુએસએ જીત્યુ છે. ફિફા વર્લ્ડકપ 2022ની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં યુએસએની ટીમે 1માં જીત મેળવી છે જ્યારે 2 મેચ ડ્રો રહી છે.

નેધરલેન્ડના કોચ Louis Van Gaalની કોચિંગ હેઠળ નેધરલેન્ડની ટીમ છેલ્લી 19 મેચથી હાર્યુ નથી. છેલ્લી 19 મેચમાં નેધરલેન્ડની ટીમ 14માં જીતી છે જ્યારે 5 મેચ ડ્રો રહી છે. Memphis Dempay કરિયરનો 43મો ગોલ કરીને નેધરલેન્ડ માટે સૌથી વધારે ગોલ કરનાર બીજો ખેલાડી બન્યો છે.

આખી મેચનો ઘટનાક્રમ

 

આ હતી નેધરલેન્ડ અને યુએસએની ટીમો

 

 

 


ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ હતી 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Published On - 10:28 pm, Sat, 3 December 22

Next Article