FIFA World Cup 2022: ગ્રુપ સ્ટેજની 48 મેચ પૂર્ણ, અનેક રેકોર્ડ બન્યા અને તૂટયા

14 દિવસ સુધી કતારના 8 સ્ટેડિયમમાં રમાયેલી 48 મેચમાં સંઘર્ષ કરીને 16 ટીમો પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ચાલો જાણીએ પ્રી કવાર્ટર ફાઈનલની મેચો, ગ્રુપ સ્ટેજના ગોલ, યલો કાર્ડ અને રેડ કાર્ડ અંગેની માહિતી વિગતવાર. 

FIFA World Cup 2022: ગ્રુપ સ્ટેજની 48 મેચ પૂર્ણ, અનેક રેકોર્ડ બન્યા અને તૂટયા
FIFA World cup 48 group stage matches completed Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 8:11 PM

ફિફા વર્લ્ડકપ 2022માં 32 ટીમ એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. જેમાંથી 48 ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ફિફા વર્લ્ડકપ 2022માં ઘણી રોમાંચક મેચ જોવા મળી. સાથે સાથે 6 જેટલા મોટા અપર્સેટ પણ સર્જાયા હતા. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા હતા. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાવાનું આયોજન હતુ. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

14 દિવસ સુધી કતારના 8 સ્ટેડિયમમાં રમાયેલી 48 મેચમાં સંઘર્ષ કરીને 16 ટીમો પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ચાલો જાણીએ પ્રી કવાર્ટર ફાઈનલની મેચો, ગ્રુપ સ્ટેજના ગોલ, યલો કાર્ડ અને રેડ કાર્ડ અંગેની માહિતી વિગતવાર.

ફિપા વર્લ્ડકપ 2022

ફિફા વર્લ્ડકપ 2022માં આગામી દિવસોમાં 3થી 7 ડિસેમ્બર વચ્ચે પ્રી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 16 ટીમો વચ્ચે 8 પ્રી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 9થી 11 ડિસેમ્બર વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાઈનલ મેચ અને 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ થશે. જ્યારે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે યોજાશે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

દરેક ગ્રુપની ટોપ 2 ટીમો

ફિફા વર્લ્ડકપ 2022માં જર્મની, બેલ્જિયમ, ઉરુગ્વે જેવી ટીમો પોઈન્ટ અને ગોલ ડિફરેન્સને કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

વર્લ્ડકપ ટ્રોફી સુધીનો રસ્તો

પ્રી કવાર્ટર ફાઈનલની મેચો

ગ્રુપ સ્ટેજમાં કુલ કેટલા ગોલ ?

  1. હમણા સુધી ફિફા વર્લ્ડકપ 2022માં ગ્રુપ સ્ટેજની 48 મેચોમાં કુલ 120 ગોલ થયા છે.
  2. મેચના પહેલા હાફમાં 43 ગોલ થયા. ફિફા વર્લ્ડકપ 2022માં 36 ટકા ગોલ પહેલા હાફમાં થયા.
  3. મેચના બીજા હાફમાં કુલ 77 ગોલ થયા. ફિફા વર્લ્ડકપ 2022માં 64 ટકા ગોલ બીજા હાફમાં થયા.
  4. 11 ગોલ 90 મિનિટ પછીના એક્સ્ટ્રા ટાઈમમાં મારવામાં આવ્યા હતા.

કેટલા રેડ કાર્ડ અને કેટલા યલો કાર્ડ ?

ફિફા વર્લ્ડકપ 2022માં 3 રેડ કાર્ડ મળ્યા છે. જેમાંથી એક રેડ કાર્ડ સાઉથ કોરિયાના એક કોચને પણ મળ્યો હતો. જ્યારે વેલ્સના ગોલ કીપરને જોખમી કિક જ્યારે કેમરુનના ખેલાડીને શર્ટ કાઢીને ઉજવણી કરતા રેડ કાર્ડ મળ્યો હતો.જ્યારે ફિફા વર્લ્ડકપ 2022માં 163 યલો કાર્ડ મળ્યા છે.

ફિફા વર્લ્ડકપા ગ્રુપ સ્ટેજમાં બનેલી ખાસ વાતો

  1. પહેલીવાર કોઈ ખાડી દેશને ફિફા વર્લ્ડકપની યજમાની મળી.
  2. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર યજમાન દેશ કતાર પોતાની ઓપનિંગ મેચ હારી.
  3. કતારની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચ હારીને વર્લ્ડકપમાંથી બહાર થનાર પહેલી યજમાન ટીમ બની.
  4. પહેલીવાર પુરુષ વર્લ્ડકપમાં 3 મહિલા રેફરીની એન્ટ્રી થઈ.
  5. ગ્રુપ સ્ટેજમાં 10 મેચો ડ્રો રહી. એક મેચ 3-3ના સ્કોરથી ડ્રો રહી, ત્રણ મેચ 1-1થી ડ્રો રહી જ્યારે બાકીની મેચો 0-0થી ડ્રો રહી.
  6. ગ્રુપ સ્ટેજની મેચોમાં 6 મોટા અપર્સેટ જોવા મળ્યા હતા.
  7. નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, યુએસએ , મોરોક્કો અને ક્રોએશિયાની ટીમ 3 ગ્રુપ સ્ટેજ મેચોમાં એક પણ મેચ હારી નથી.
  8. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં આ ચોથી વાર થયુ છે. આ વર્ષ પહેલા 1958, 1962, 1994 અને 2022માં બન્યુ છે. આ પહેલા આવી ઘટનામાં બ્રાઝિલ ચેમ્પિયન બન્યુ છે.
  9. સર્બિયા અને સ્વિઝરલેન્ડની મેચના પ્રથમ હાફમાં સૌથી વધારે 4 ગોલ જોવા મળ્યા. જે ફિફા વર્લ્ડકપ 2022ના પ્રથમ હાફનો સૌથી મોટો સ્કોર છે.
  10. પોર્ટુગલનો મહાન ફુટબોલર રોનાલ્ડો પાંચ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
  11. આર્જેન્ટિના મહાન ફુટબોલર મેસ્સી પાંચ વર્લ્ડકપમાં ગોલ અસિસ્ટ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ હતી 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">