FRA vs AUS Report: ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું, ફ્રેન્ચ ખેલાડીના આ ગોલે કર્યો રેકોર્ડ

|

Nov 23, 2022 | 9:36 AM

FIFA World Cup 2022, FRA vs AUS Report: ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને 4 ગોલથી હરાવ્યું. આ દરમિયાન ફ્રેન્ચ ખેલાડી ઓલિવિયર ગિરોડે પણ ગોલ ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી.

FRA vs AUS Report: ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું, ફ્રેન્ચ ખેલાડીના આ ગોલે કર્યો રેકોર્ડ
ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું
Image Credit source: Twitter

Follow us on

FIFA વર્લ્ડ કપ 2022 ગ્રુપ Dની મેચમાં ફ્રાન્સે 22 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચ મંગળવારે રમાયેલી તમામ મેચોથી અલગ હતી, કારણ કે તેમાં ગોલની સૌથી વધુ સંખ્યા જોવા મળી હતી. ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને 4 ગોલથી હરાવ્યું. આ દરમિયાન ફ્રેન્ચ ખેલાડી ઓલિવિયર ગિરોડે પણ ગોલ ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના ગોલપોસ્ટ પર થયેલા 4 ગોલમાંથી 2 ગોલ ગિરોદના ખાતામાંથી નીકળ્યા હતા.

મેચ જ્યારથી શરુ થઈ ત્યારથી ગોલ મારવાનું કામ ઓસ્ટ્રેલિયામાંથી શરુ થયું હતુ. રમતની 9મી મિનિટમાં જ ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ગોલ થયો હતો. આ ગોલ ઓસ્ટ્રેલિયાને ફાન્સ પર 1-0થી લીડ લીધી હતી પરંતુ જે રમત ઓસ્ટ્રેલિયાએ શરુ કરી હતી તે પૂર્ણ ફાન્સના શાનદાર ગોલ સાથે થઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પ્રથમ હાફમાં ફાન્સની 2-1થી લીડ

ફાન્સે મેચમાં પોતાનો પ્રથમ ગોલ 27મી મિનિટમાં કર્યો હતો. એડ્રિયૉટના બુટમાંથી નીકળેલા આ ગોલ સામે ફાન્સની ટીમે મેચમાં બરાબરી કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ગોલપોસ્ટ પર ફાન્સની રમત વધુ તેજ બની હતી. મેચના 32મી મિનિટમાં ઓલિવર ગિરોડે બીજો ગોલ કર્યો હતો. જેને ઓસ્ટ્રેલિયા પર ફાન્સની લીડ2 2-1 કરી હતી. આ ફાન્સ માટે ગિરૌડને કરેલો 50મો ગોલ હતો. આવી રીતે મેચનો પ્રથમ હાફ2-1થી ફાન્સની લીડ સાથે પુરો થયો હતો.

બીજા હાફમાં ફાન્સે 3 ગોલ કર્યા

બીજા હાફમાં દબદબો ફાન્સનો રહ્યો. ઓસ્ટ્રેલિયાનો પ્રયત્ન નાકામ કરતા ફાન્સે મેચની 68મી મિનિટમાં વધુ એક કામયાબી ગોલ કરી મેળવી. આ વખતે ગોલ મ્બાપે કર્યો . આ ગોલની સાથે ફાન્સ મેચમાં હવે 3-1થી આગળ હતુ અને ઓસ્ટ્રેલિયાની મુશ્કિલી વધતી હતી.

ગિરૌડે કરી રેકોર્ડની બરાબરી, ફાન્સ જીત્યા

3 મિનિટ બાદ ઓલિવર ગિરોડે મેચમાં પોતાનો બીજો ગોલ કરતા ઓસ્ટ્રેલિયા પર ફાન્સની લીડ 4-1 કરી હતી. આ ઓલિવર ગિરોડને ફાન્સ માટે 51મો ગોલ રહ્યો. જે રેકોર્ડની બરાબરી છે. આ મામલે થિયરે હેનરીના રેકોર્ડની બરાબરી કરી. આ બંન્ને હવે ફાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.

Published On - 9:34 am, Wed, 23 November 22

Next Article