FIFA World Cup 2022: ચેમ્પિયન ટ્રોફી જ નહીં આ મોટા રેકોર્ડ પર પણ હશે મેસી અને આર્જેન્ટિનાની નજર

|

Dec 17, 2022 | 9:47 AM

લિયોનલ મેસી નિવૃત્તી લઈ રહ્યો છે અને તે પોતાનો અંતિમ વિશ્વકપમાં ટીમને ચેમ્પિયન બનાવીને વિદાય લેવા ઈચ્છી રહ્યો હશે. 1986 થી આર્જેન્ટિના વિશ્વકપ ટ્રોફીની રાહ જોઈ રહ્યુ છે.

FIFA World Cup 2022: ચેમ્પિયન ટ્રોફી જ નહીં આ મોટા રેકોર્ડ પર પણ હશે મેસી અને આર્જેન્ટિનાની નજર
Lionel Messi ટીમને ચેમ્પિયન બનાવશે?

Follow us on

રવિવારે ફુટબોલ જગતની સૌથી મોટી ટક્કર થનારી છે. દુનિયા ભરમાં રવિવારની રાત્રે નજર માત્ર ને માત્ર ફુટબોલના મહાજંગ પર હશે. લાઈવ પ્રસારણ કે લાઈવ સ્ટ્રિંમીંગ દરેકની નજર સામે ચાલુ હશે. રવિવારનો માહોલ અલગ જ જોવા મળનારો છે. લિયોનલ મેસી ફ્રાંસને હરાવવા માટે તત્પર જોવાનો રોમાંચ જોવા મળશે. કરોડો લોકો લિયોનલ મેસી પોતાની ટીમને જીતાડી રહ્યો હોય એવી પળ જોવા માટે આતુર હશે. મેસી ખુદ પણ પોતાનુ અને દેશના ચાહકોનુ વર્ષોનુ સપનુ સાકાર કરવા માટે જીવ સટોસટ બાજી ખેલશે. મેસી અને આર્જેન્ટિના વચ્ચેના જંગમાં ખાસ રેકોર્ડ પર પણ નજર રહેનારી છે.

ફ્રાંસ ટ્રોફી બચાવી છ દાયકા જુના ઈતિહાસનુ પુનરાવર્તન કરવા ઈચ્છશે. તો બીજી તરફ આર્જેન્ટિનાને પોતાનો 36 વર્ષનો દુકાળ ખતમ કરવો હશે. રવિવારે ફુટબોલ વિશ્વનો કોણ વિજેતા હશે એ નક્કી થઈ જશે. આ સાથે જ કેટલાક રેકોર્ડ રચાઈ જશે, તો કેટલાક રેકોર્ડ નજીક આવ્યા હોવા છતાં દૂર રહી ગયા હશે. જોકે આ બધા વચ્ચે મેસી પોતાની નિવૃતીને યાદગાર બનાવવા ઈચ્છશે. તેની ટીમ પણ મેસીને હાથમાં ફિફા ટ્રોફી અપાવીને વિદાય આપવાની યોજના ઘડી રહ્યુ હશે. જોકે આ બધા વચ્ચે આ ખાસ ઉપલબ્ધીઓ પણ દાવ લાગી હશે જેની પર એક નજર કરીશુ.

મેસ્સી અને આર્જેન્ટીના સામે રેકોર્ડ

  • જો આર્જેન્ટિના જીતશે તો તે બ્રાઝિલ, જર્મની પછી 3 કે તેથી વધુ ટાઇટલ જીતનાર ચોથો દેશ બની જશે.
  • આ સિવાય આર્જેન્ટીનાની જીત સાથે ડેનિયલ પાસરેલા અને ડિએગો મેરાડોના સાથે લિયોનેલ મેસીનું નામ જોડાઈ જશે. આ બે કેપ્ટન જ આર્જેન્ટિના માટે વર્લ્ડ કપ જીતી શક્યા છે.
  • જો આર્જેન્ટિના જીતશે તો 2006થી યુરોપનું વર્ચસ્વ સમાપ્ત થઈ જશે. 2006, 2010, 2014 અને 2018માં માત્ર યુરોપિયન ટીમોએ જ ટાઇટલ જીત્યું છે. 2002માં, બ્રાઝિલ છેલ્લી દક્ષિણ અમેરિકન ટીમ હતી જેણે ટાઇટલ જીત્યું હતું.
  • મેસ્સીની નજર ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ એવોર્ડ્સ પર રહેશે, જેના માટે તે ફ્રાન્સના કૈલિયન એમબાપ્પે સાથે સ્પર્ધામાં છે. ગોલ્ડન બૂટના કિસ્સામાં એટલે કે મોટાભાગના ગોલ, બંને 5-5ની બરાબરી પર છે. ફાઈનલમાં જે ગોલ કરશે તેને ગોલ્ડન બૂટ મળવાનું નિશ્ચિત છે.
  • બીજી તરફ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે મળેલા ગોલ્ડન બોલ પર મેસ્સીનો કબજો લગભગ નિશ્ચિત છે કારણ કે તેણે અત્યાર સુધીમાં 5 ગોલ અને 3 આસિસ્ટ કર્યા છે. જો મેસ્સી ગોલ્ડન બોલ જીતશે તો તે બે વખત જીતનાર પ્રથમ ખેલાડી બની જશે. તેણે 2014માં પણ આ એવોર્ડ જીત્યો હતો.
  • એટલું જ નહીં, મેસ્સીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે, જે સંયુક્ત રીતે નેધરલેન્ડના વેસ્લી સ્નેડર (2010)ની બરાબરી છે. મેસ્સી 5 વખત આ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બની શકે છે.
  • ફાઈનલ સાથે જ મેસ્સી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ કેપ મેળવનાર ખેલાડી બની જશે. મેસ્સી અત્યાર સુધીમાં 25 મેચ રમી ચૂક્યો છે અને તે જર્મન લિજેન્ડ લોથર મેથૌસની બરાબરી પર છે.
    જો મેસ્સી ગોલ કરશે તો તે મહાન બ્રાઝિલના સ્ટ્રાઈકર પેલેની બરાબરી કરશે. પેલેના વર્લ્ડ કપમાં 12 ગોલ છે જ્યારે મેસ્સીના 11 ગોલ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Published On - 9:44 am, Sat, 17 December 22

Next Article