FIFA 2022 : ક્રોએશિયાનો ‘માસ્કમેન’ બન્યો ‘સુપર મેન’, હવામાં ઉડીને કર્યો ગોલ

|

Dec 17, 2022 | 10:44 PM

માસ્કમેન Joško Gvardiol  એ હવામાં કૂદીને બોલ ગોલ પોસ્ટમાં પહોંચાડ્યો હતો. આ રોમાંચક ગોલનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 

FIFA 2022 : ક્રોએશિયાનો માસ્કમેન બન્યો સુપર મેન, હવામાં ઉડીને કર્યો ગોલ
josko gvardiol goal with header
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજા સ્થાન  એટલે કે બ્રોન્ઝ મેડલ માટેની પ્લેઓફ મેચ આજે 17 ડિસેમ્બરના રોજ રમાઈ હતી. આ મેચ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર 8.30 કલાકે શરુ થઈ હતી.આ બંને ટીમો સેમિફાઈનલ મેચમાં હારીને આ ત્રીજા સ્થાન માટેની પ્લેઓફ મેચમાં પહોંચી હતી. 4 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી. આ મેચમાં ક્રોએશિયાના માસ્કમેને સુપરમેનની જેમ એક ગોલ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મેચની 7મી મિનિટમાં ક્રોએશિયાના Joško Gvardiol એ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડર મારીને ગોલ કર્યો હતો. આ ગોલ સમયે ક્રોએશિયાનો આ માસ્કમેન સુપરમેનની જેમ હવામાં ઉડયો હતો. માસ્કમેન Joško Gvardiol  એ હવામાં કૂદીને બોલ ગોલ પોસ્ટમાં પહોંચાડ્યો હતો. આ રોમાંચક ગોલનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

માસ્કમેનનો સુપર ગોલ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

મેચની 7મી મિનિટમાં ક્રોએશિયાના Joško Gvardiol એ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડર મારીને ગોલ કર્યો હતો. તેવામાં જ સ્કોરની બરાબરી કરવા માટે મોરોક્કોના Achraf Dari એ પણ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડરથી ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.

આ રોમાંચક મેચમાં પ્રથમ હાફ પહેલા જ 42મી મિનિટે ક્રોએશિયાના Mislav Oršić એ ગોલ કરીને પોતાની ટીમને મેચમાં લીડ અપાવી હતી. ત્યાર બાદ પણ બંને ટીમો ગોલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અંતે પ્રથમ હાફનો સ્કોર 2-1 ક્રોએશિયાના પક્ષમાં રહ્યો હતો. અંતે મેચમાં ક્રોએશિયાની ટીમે 2-1થી ભવ્ય જીત મેળવી, વર્લ્ડકપમાં બીજીવાર ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ.

માસ્કે કેમ પહેરે છે ?

જે ખેલાડીને રમત દરમિયાન ચહેરા પર ઈજા થાય છે તે ખેલાડીઓ આ માસ્ક પહેરતા હોય છે. આ બ્લેક માસ્ક તેમને વધારે ઈજાથી બચાવે છે. આ માસ્ક પહેરી તેઓ મુક્ત રીતે ફૂટબોલ મેચ રમી શકે છે.

ક્રોએશિયા ટીમે ફિફા વર્લ્ડકપની ગ્રુુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં જાપાન સામે પેનલટી શૂટઆઉટમાં જીત મેળવી આ ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. કવાર્ટર ફાઈનલમાં પણ ક્રોએશિયાની ટીમે પેનલટી શૂટઆઉટમાં દુનિયાની નંબર વન ટીમ બ્રાઝિલને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ હતું.14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી.

 

Published On - 10:33 pm, Sat, 17 December 22

Next Article