FIFA 2022 Denmark Vs Tunisia : ફિફા વર્લ્ડકપ 2022ની બીજી ડ્રો મેચ, ડેનમાર્ક અને ટ્યુનિશિયાના એકપણ ખેલાડી ન મારી શક્યા ગોલ

|

Nov 22, 2022 | 8:42 PM

FIFA 2022 Denmark Vs Tunisia match report : ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત પછી આ બીજી એવી મેચ છે જે ડ્રો રહી હતી. ડેનમાર્ક અને ટ્યુનિશિયાના એકપણ ખેલાડી આ મેચમાં એક પણ ગોલ મારી શક્યા ન હતા. 

FIFA 2022 Denmark Vs Tunisia : ફિફા વર્લ્ડકપ 2022ની બીજી ડ્રો મેચ, ડેનમાર્ક અને ટ્યુનિશિયાના એકપણ ખેલાડી ન મારી શક્યા ગોલ
FIFA 2022 Denmark Vs Tunisia match report
Image Credit source: twitter

Follow us on

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે ડેનમાર્ક અને ટ્યુનિશિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Dની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી.ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત પછી આ બીજી એવી મેચ છે જે ડ્રો રહી હતી. ડેનમાર્ક અને ટ્યુનિશિયાના એકપણ ખેલાડી આ મેચમાં એક પણ ગોલ મારી શક્યા ન હતા. આ મેચ ડ્રો થતા બંને ટીમોને 1-1 પોંઈન્ટ મળ્યા છે.

ફિફા વર્લ્ડ રેકિંગમાં ડેનમાર્કની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ટ્યુનિશિયાની ટીમ 30માં સ્થાને છે. ડેનમાર્કની ટીમનું ફિફા વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન 1998 અને 2018માં જોવા મળ્યુ હતુ. તે સમયે ડેનમાર્કની ટીમ ક્વાર્ટર ફાઈલન સુધી પહોંચી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

ડેનમાર્ક અને ટ્યુનિશિયા વચ્ચેની મેચ રહી ડ્રો

 

 

 

ડેનમાર્ક અને ટ્યુનિશિયા વચ્ચેની આ મેચમાં ગોલકીપરોનો દબદબો રહ્યો હતો. ગોલ પોસ્ટ પર મારવામાં આવેલા 6 શોટ પૈકી એક પણ શોટને ગોલકીપરો એ ગોલમાં ફેરવવા દીધો ન હતો. આજની આ રોમાંચક મેચમાં એક પણ ગોલ થયો ન હતો.

ડેનમાર્ક અને ટ્યુનિશિયા વચ્ચેની મેચ ઘટના ક્રમ

ગ્રુપ Dનું પોઈન્ટ ટેબલ

આ હતી ટીમો

 


ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 8:29 pm, Tue, 22 November 22

Next Article