સ્ટાર ખેલાડીનો રિષભ પંત કરતા પણ ખરાબ અકસ્માત, એક કલાક કારમાં ફસાયો, હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવો પડ્યો
ભારતીય ક્રિકેટર રિષભ પંતનો વર્ષ 2022માં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. આ પછી તે 1 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો. હવે આવી જ ઘટના એક પ્રીમિયર લીગ ફૂટબોલર સાથે પણ બની છે. આ ખેલાડીના શરીરના નીચેના ભાગમાં મલ્ટીપલ ફ્રેક્ચર છે.
30 ડિસેમ્બર, 2022 ના રોજ, ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં પંતના ઘૂંટણનું લિગામેન્ટ તૂટી ગયું હતું. જે બાદ પંતના ઘૂંટણની સર્જરી થઈ હતી અને તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
માઈકલ એન્ટોનિયોનો ભયંકર કાર અકસ્માત
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Thoughts are with Michael Antonio after being involved in this crash❤️ pic.twitter.com/3flRFXo1HZ
— The 44 ⚽️ (@The_Forty_Four) December 7, 2024
એન્ટોનિયોએ મલ્ટીપલ ફ્રેક્ચર માટે સર્જરી કરાવી
તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં માઈકલ એન્ટોનિયોના શરીરના નીચેના ભાગમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયું છે, જેના માટે સર્જરી કરવામાં આવી છે. હાલમાં તે હોસ્પિટલમાં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે. એન્ટોનિયો પ્રીમિયર લીગમાં વેસ્ટ હેમ યુનાઈટેડ એફ.સી. માટે રમે છે. માઈકલ એન્ટોનિયોના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા, વેસ્ટ હેમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વેસ્ટ હેમ યુનાઈટેડ પુષ્ટિ કરી શકે છે કે માઈકલ એન્ટોનિયોએ શનિવારે બપોરે એક માર્ગ અકસ્માત બાદ તેમના શરીરના નીચેના ભાગમાં ફ્રેક્ચર માટે સર્જરી કરાવી છે. આગામી દિવસોમાં હોસ્પિટલમાં તેની દેખરેખ રાખવામાં આવશે.
–
West Ham United can confirm Michail Antonio has undergone surgery on a lower limb fracture following a road traffic accident on Saturday afternoon.
Michail will continue to be monitored in hospital over… pic.twitter.com/vg7vQbjssU
— West Ham United (@WestHam) December 8, 2024
2015થી વેસ્ટ હેમ યુનાઈટેડ F.C ટીમનો ભાગ
લંડનમાં જન્મેલો જમૈકન ખેલાડી માઈકલ એન્ટોનિયો 2015થી વેસ્ટ હેમ માટે રમે છે. તેણે આ ક્લબ માટે 323 મેચમાં 83 ગોલ કર્યા છે. મિશેલ એન્ટોનિયોએ આ સિઝનમાં 15 મેચોમાં માત્ર એક ગોલ કર્યો છે, ઓક્ટોબરની શરૂઆતમાં ઘરઆંગણે ઈપ્સવિચ સામે રમાયેલી આ મેચમાં વેસ્ટ હેમની ટીમે 4-1થી જીત મેળવી હતી. જેમાં મિશેલ એન્ટોનિયોએ ગોલ કર્યો હતો.
આ પણ વાંચો: 18 વર્ષની છોકરીએ રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની