Cleveland Championships: ટોક્યો ઓલિમ્પિક્સ પછી સાનિયા મિર્ઝાનો કમાલ, મોટા ઉલટ ફેર સાથે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ

|

Aug 27, 2021 | 1:51 PM

સાનિયા મિર્ઝા (Sania Mirza) અમેરિકાની ક્રિસ્ટીના મકેલ (Christina Mchale) સાથે ક્લિવલેન્ડ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ગત સપ્તાહે સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં સાનિયા પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.

Cleveland Championships: ટોક્યો ઓલિમ્પિક્સ પછી સાનિયા મિર્ઝાનો કમાલ, મોટા ઉલટ ફેર સાથે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ
Sania Mirza

Follow us on

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને તેની અમેરિકન પાર્ટનર ક્રિસ્ટીના મેકેલે, ક્લિવલેન્ડ ટેનિસ ચેમ્પિયનશિપ (Cleveland Tennis Championship) માં શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત જોડીને પછાડીનેસેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

સાનિયા અંકિતા રૈના સાથે મહિલા ડબલ્સમાં રમવા માટે ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરી હતી. પરંતુ તે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. આ પછી ચાહકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ સાનિયાએ ફરી એક વખત પોતાના શાનદાર ફોર્મમાં પરત ફરી છે.

સાનિયા મિર્ઝા અને ક્રિસ્ટીનાએ શાનદાર રમત બતાવી

આ ટુર્નામેન્ટમાં સાનિયા મિર્ઝા અને તેની અમેરિકન પાર્ટનર ક્રિસ્ટીના મેકેલ (Christina Mchale) નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમણે ટુર્નામેન્ટની ત્રીજી ક્રમાંકિત જોડીનો સામનો કરવો પડ્યો હતો. હરાડેકા અને જૈંગની જોડીને સાનિયા અને તેની પાર્ટનરે સીધા સેટમાં 6-3, 6-3 થી હરાવી હતી. લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી સાનિયા માટે આ જીત ખૂબ મહત્વની રહી હતી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અગાઉ તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સાનિયા અને મેકેલની જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જ્યોર્જિયાની ઓકસાના કલાશ્નિકોવા અને રોમાનિયાની એન્ડ્રીયા મીટૂને 6-3, 6-2 થી હરાવી હતી. સાનિયા અને અમેરિકાની ક્રિસ્ટીના મેકેલ શરૂઆતથી જ પ્રભુત્વ ધરાવે છે. કોઈ પણ સમયે તેમના હરીફોને વાપસી કરવાની તક મળવા દીધી નથી. તેમણે પહેલો સેટ સરળતાથી જીતી લીધો અને બીજા સેટમાં પણ તેમની લય જાળવી રાખી હતી.

સાનિયા મિર્ઝા લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે

ગયા અઠવાડિયે સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza) અને તેના ટ્યુનિશિયન પાર્ટનર ઓન્સ જબુર પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ બહાર નીકળી ગયા હતા. એક કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલી તે મેચમાં સાનિયા મિર્ઝા-ઓન્સ જબુરની જોડી વેરોનિકા કુડરમેતોવા અને કઝાકીસ્તાનની એલેના રયબાકીનાની રશિયન જોડી સામે 5-7, 2-6 થી હારી ગઈ હતી.

સફળ ભારતીય ટેનિસ ખેલાડી પૈકી એક

સાનિયા મિર્ઝા ભારતની સૌથી સફળ ટેનિસ ખેલાડીઓમાંની એક છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. 2016 ના રિયો ઓલિમ્પિકમાં તે મેડલ જીતવાની નજીક આવી હતી પરંતુ ચૂકી ગઈ હતી. આ પછી, વર્ષ 2018 માં તે માતા બની અને બે વર્ષ ટેનિસ કોર્ટથી દૂર રહી હતી. આ વખતે તેણે ખાસ રેન્કિંગના આધારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.

 

 

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

Next Article