ચેસ વર્લ્ડ કપ જીતવા બદલ ચેમ્પિયન દિવ્યા દેશમુખને કરોડોનું ઈનામ, મહારાષ્ટ્ર સરકારે કર્યું સન્માન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખનું સન્માન કર્યું. તેમણે દિવ્યાને કરોડોનું ઈનામ આપ્યું અને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પણ આપ્યા.

ચેસ વર્લ્ડ કપ જીતવા બદલ ચેમ્પિયન દિવ્યા દેશમુખને કરોડોનું ઈનામ, મહારાષ્ટ્ર સરકારે કર્યું સન્માન
Divya Deshmukh & CM Fadnavis
Image Credit source: X/CMO Maharashtra
| Updated on: Aug 02, 2025 | 9:43 PM

ભારતની યુવા ચેસ સ્ટાર દિવ્યા દેશમુખે તાજેતરમાં FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ખિતાબ જીતવાની સાથે તે ગ્રાન્ડમાસ્ટર પણ બની. દિવ્યાએ ફાઈનલમાં ભારતની કોનેરુ હમ્પીને ટાઈ બ્રેકરમાં હરાવી અને આ ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરની ખેલાડી બની.

મહારાષ્ટ્ર સરકારે કર્યું દિવ્યાનું સન્માન

ચેમ્પિયન બન્યા પછી મહારાષ્ટ્ર સરકારે દિવ્યાનું સન્માન કર્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવાર, 2 ઓગસ્ટના રોજ દિવ્યા દેશમુખનું સન્માન કર્યું અને તેને 3 કરોડ રૂયાનું ઈનામ આપ્યું.

દિવ્યાને કરોડોનું ઈનામ મળ્યું

દિવ્યા દેશમુખ મૂળ નાગપુરની છે અને મુખ્યમંત્રી ફડણવીસ પણ આ શહેરના છે. નવી ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયને શહેરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસ અને નાગપુરના લોકોનો આભાર પણ માન્યો. તેણીએ કહ્યું, ‘આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. હું ખૂબ જ ખુશ છું કે હું બાળકો માટે પ્રોત્સાહન અને પ્રેરણાનો એક નાનો ભાગ બની શકી. હું ખૂબ જ ખુશ છું. હું મારા માતાપિતાનો પણ આભાર માનવા માંગુ છું. તેમણે મને ખૂબ મદદ કરી છે અને તેમના કારણે જ હું આજે આ પદ સુધી પહોંચી શકી છું.’

 

નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ

દિવ્યાએ કોનેરુ હમ્પીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. આ મેચમાં કોનેરુ હમ્પીને વાપસી કરવાની નાની તક મળી હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શકી નહીં અને દિવ્યાએ શાનદાર પ્રદર્શન કરીને આ વર્લ્ડ કપ જીત્યો. આ ઉપરાંત, તેના નામે બીજી ઘણી સિદ્ધિઓ છે. દિવ્યાએ 2012માં સાત વર્ષની ઉંમરે અંડર-7 નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. આ પછી, તેણે અંડર-10 (ડરબન, 2014) અને અંડર-12 (બ્રાઝિલ, 2017) કેટેગરીમાં વર્લ્ડ યુથ ટાઈટલ પણ જીત્યા હતા. તેણે 2014માં ડરબનમાં આયોજિત અંડર-10 વર્લ્ડ યુથ ટાઈટલ અને 2017માં બ્રાઝિલમાં અંડર-12 કેટેગરીમાં પણ જીત મેળવી હતી.

અનેક ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યા

આ ચેસ ખેલાડીએ 2023માં ઈન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ પણ જીત્યો. તે ત્યાં જ અટકી નહીં અને 2024માં તેણીએ વર્લ્ડ જુનિયર ગર્લ્સ અંડર-20 ચેમ્પિયનશિપ પણ જીતી, જ્યાં તેણીએ 11 માંથી 10 પોઈન્ટ મેળવ્યા અને યાદીમાં ટોચ પર રહી. આ ઉપરાંત, તેણીએ 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ભારત માટે ગોલ્ડ મેડલ અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ICC rule book EP 12 : ક્રિકેટમાં મેચ શરૂ અને બંધ કરવા માટે ICCનો ખાસ નિયમ શું છે?

ચેસ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો