Bhuvneshwar : ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ટુર્નામેન્ટ જીતી છે. આજે 18 જૂન રવિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં લેબનોનને 2-0થી હરાવ્યું. ભારત માટે આ મેચમાં પ્રથમ ગોલ કેપ્ટન સુનીલ છેત્રીએ કર્યો હતો. ત્યાર પછી લલિયાન્ઝુઆલા ચાંગતેએ બીજો ગોલ કર્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમે બીજી વાર Intercontinental Cup જીત્યો છે.
છેલ્લે ભારતીય ફૂટબોલ ટીમે વર્ષ 2018માં આ ટુર્નામેન્ટ જીતી હતી. વર્ષ 2019માં બીજી આવૃત્તિમાં ઉત્તર કોરિયાની ટીમ ચેમ્પિયન બની હતી. તે સમયે ભારત ચોથા સ્થાને હતું. વર્ષ 2019 પછી આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીને કારણે યોજાઈ શકી ન હતી. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની આ ત્રીજી આવૃત્તિ હતી અને ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું છે.
Kalinga Stadium 🏟️ is ready for the #HeroIntercontinentalCup Final 🏆@sports_odisha #IndianFootball ⚽️ #INDLBN ⚔️ #BlueTigers 🐯 pic.twitter.com/ydFoNyGLtJ
— Indian Football Team (@IndianFootball) June 18, 2023
THE FINAL IS UNDERWAY 🤩🔥💪🏽
Watch Live on @StarSportsIndia, @DisneyPlusHS and @OfficialJioTV! 📺#BlueTigers 🐯 #INDLBN ⚔️ #HeroIntercontinentalCup 🏆 #IndianFootball ⚽️ pic.twitter.com/nQIPNFpD4X
— Indian Football Team (@IndianFootball) June 18, 2023
Smooth footwork 🤩😍 by @sahal_samad as the #BlueTigers 🐯 create waves of dangerous attacks early in the game 👏🏽
Watch Live on @StarSportsIndia, @DisneyPlusHS and @officialjiotv! 📺#INDLBN ⚔️ #HeroIntercontinentalCup 🏆 #IndianFootball ⚽️ pic.twitter.com/bRxeh6Gbdm
— Indian Football Team (@IndianFootball) June 18, 2023
.@lzchhangte7 ’s dribbling and crossing 🤝🏾 @chetrisunil11’s goal scoring prowess
A match made in heaven 💙🇮🇳#BlueTigers 🐯 #INDLBN ⚔️ #HeroIntercontinentalCup 🏆 #IndianFootball ⚽️ pic.twitter.com/xNHX4yqtnr
— Indian Football Team (@IndianFootball) June 18, 2023
Incredible assist for the first goal ☑️
Attentive in the box and a calm finish for the second goal ☑️What a second half @lzchhangte7 is having 😍🔥💙
Watch Live on @StarSportsIndia, @DisneyPlusHS and @officialjiotv! 📺#BlueTigers 🐯 #INDLBN ⚔️ #HeroIntercontinentalCup 🏆 pic.twitter.com/LVMY6wFmLs
— Indian Football Team (@IndianFootball) June 18, 2023
આ પણ વાંચો : LIVE મેચમાં દુનિયાની મહાન ટેનિસ ખેલાડી પર થયો હતો ચાકૂથી હુમલો, જુઓ Viral Video
ભારતીય ખેલાડીઓએ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ગોલ કરવાની તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ફાઈનલ મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. સક્રિય ખેલાડીઓમાં ત્રીજા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર છેત્રીએ બીજા હાફની શરૂઆતમાં જ પ્રહારો કર્યા જ્યારે ગોલમાં મદદ કરનાર ચાંગટે 66મી મિનિટે ટીમની લીડ બમણી કરી હતી. આ પછી બંને ટીમોએ વધુ પ્રયાસો કર્યા પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 9:54 pm, Sun, 18 June 23