AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શકીરાની 16 વર્ષ પછી FIFAમાં વાપસી, રિલીઝ થયું 2026 વર્લ્ડ કપનું એન્થમ ‘દાઈ દાઈ’

FIFA 2026 Anthem Dai Dai Release : શકીરા દ્વારા તૈયાર કરવામાં આવેલું ફીફા વર્લ્ડકપ 2026નું ઓફિશિયલ એન્થમ દાઈ દાઈ રિલીઝ થઈ ચૂક્યું છે.ખેલાડીઓ અને ચાહકોને પ્રોત્સાહક સંદેશ આપે છે.

Breaking News : શકીરાની 16 વર્ષ પછી FIFAમાં વાપસી, રિલીઝ થયું 2026 વર્લ્ડ કપનું એન્થમ 'દાઈ દાઈ'
| Updated on: May 15, 2026 | 9:26 AM
Share

16 વર્ષ બાદ શકીરા પોતાના ગીતથી રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. 2010ના ફીફા વર્લ્ડકપનું એન્થમ વાકા વાકાથી દુનિયામાં ઓળખ બનાવનારી શકીરા હવે ફીફા વર્લ્ડકપ 2026નું એન્થમ દાઈ દાઈની સાથે પરત ફરી છે.હાલમાં ગીતના ટીઝરનો વીડિયો રીલીઝ થયો હતો. ટીઝર બાદ ચાહકો હવે ગીતની રાહ જોઈ રહ્યા હતા. હવે ફીફા વર્લ્ડકપ 2026નું ઓફિશિયલ એન્થમ દાઈ દાઈ રિલીઝ કર્યું છે. જેનાથી શકીરાએ નાઈઝીરિયન અફ્રોબીટ્સના દિગ્ગજ બર્ના બોયની સાથે મળી બનાવ્યું છે.

ગીતમાં શું ખાસ છે

દાઈ દાઈ અંદાજે 4 મિનિટનું ગીત છે. જેમાં અફ્રોબીટ્સ, ડાન્સ-પોપ, વર્લ્ડ બીટ્સ અને રેગેટનની ઝલક જોવા મળી છે.જે આ ગીતને વધુ રોમાંચક બનાવે છે. આ ગીતના શબ્દો ફૂટબોલની ભાવનાને સંપૂર્ણ રીતે કેદ કરે છે અને ખેલાડીઓ અને ચાહકોને પ્રોત્સાહક સંદેશ આપે છે.ગીતમાં ફુટબોલના દિગ્ગજોનું નામ આવે છે. જેમાં મારાડોના,માલ્ડિની,રોમારિયો,ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બેકહમ, કાકા અને મેસ્સીનું નામ સામેલ છે. આ સિવાય ગીતમાં આ વર્ષે ફીફામાં ભાગ લેનાર દેશ જેમ કે, બ્રાઝીલ , આર્જેન્ટીના, કોલંબિયા,સંયુક્ત રાજ્ય અમેરિકા અને નેધરલેન્ડનું નામ પણ સાંભળવા મળે છે.

View this post on Instagram

A post shared by Shakira (@shakira)

વાકા વાકા બાદ શકીરાની એન્ટ્રી

દાઈ દાઈ દ્વારા શકીરાએ બીજી વખત ફીફાનું ઓફિશિયલ એન્થમ તૈયાર કર્યું છે. આ પહેલા તેમણે દક્ષિણ આફ્રિકામાં 2010ના ફીફા વર્લ્ડકપ માટે આઈકોનિક ગીત વાકા વાકા બનાવ્યું હતુ. જેનાથી તેમણે લોકપ્રિયતા મળી હતી.

જુલાઈ 2010માં વાકા વાકા બિલબોર્ડ હોર્ટ લૈટિન સોન્ગ્સ, લેટિન પોપ એરપ્લે ચાર્ટ પર બીજા નંબર પર પહોંચ્યું છે. લેટિન રિદમ એરપ્લે પર આ આઠમાં નંબર પર રહ્યું છે. આ દરમિયાન બિલબોર્ડે હોટ 100 પર 38માં નંબર સુધી પહોંચ્યું. લેટિન ડિઝિટલ ગીત સેલ્સ ચાર્ટ પર આ 42 અઠવાડિયા સુધી પહેલા નંબર પર રહ્યં જે શાકના આ ચાર્ટ પર સૌથી લાંબા સમય સુધી રહેનારું ગીત છે.

11 જૂનથી ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત

2026 ફીફા વર્લ્ડકપ 11 જૂનના રોજ મેચ મૈક્સિકો સિટીના એસ્ટાડિયો એઝટેકા સ્ટેડિયમમાં શરૂ થશે. 19 જુલાઈના રોજ ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. જેનું રમત માટે નામ બદલી ન્યુયોર્ક ન્યુ જર્સી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે.ફાઈનલમાં શકીરા, મૈડોના અને બીટીએસ ફીફા ફાઈનલના પહેલા હાફટાઈમ શોમાં શાનદાર પરફોર્મન્સ કરશે.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. આ રમતનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓ ચતુરાઈથી બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં નાખે અહી ક્લિક કરો

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">