Commonwealth Games ની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે બજરંગ પુનિયા, ટ્રેનિંગ અને ફિટનેસ વિશે કહી આ ખાસ વાત

|

Jun 26, 2022 | 8:04 AM

Bajrang Punia Wrestler: ભારતનો સ્ટાર રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. તેણે પોતાની ફિટનેસ વિશે એક ખાસ વાત કહી.

Commonwealth Games ની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે બજરંગ પુનિયા, ટ્રેનિંગ અને ફિટનેસ વિશે કહી આ ખાસ વાત
Bajarang Punia (File Photo)

Follow us on

બજરંગ પુનિયા (Bajrang Punia) ભારતના સ્ટાર કુસ્તીબાજોમાંથી એક છે. તેણે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે તેઓ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) અને વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) ની તૈયારીમાં વ્યસ્ત છે. બજરંગ પોતાની ફિટનેસ અને ટ્રેનિંગ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે. બજરંગે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે મિશિગન યુનિવર્સિટીના કેટલાક શ્રેષ્ઠ કુસ્તીબાજો સાથે રમશે. ત્યાં તાલીમ લેનારા ખેલાડીઓ વિશ્વના ટોપ 10માં આવે છે.

બજરંગ પુનિયાને ઓલિમ્પિક બાદ ઈજા પહોંચી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે તે તેની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે અને તેને હાલ કોઈ સમસ્યા નથી. તેણે વધુમાં ઉમેર્યું, “હું સોનીપતમાં SAI (Sports Authority of India) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહ્યો છું. SAI અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) તરફથી મળેલા સમર્થનને કારણે મારું ફિટનેસ લેવલ પાછું આવ્યું છે. હવે હું દેશ માટે પ્રદર્શન કરવા માંગુ છું. હું મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગુ છું.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેણે વધુમાં જણાવ્યું હતું કે, “આગામી મોટી ટુર્નામેન્ટ્સ પહેલા યુએસની મુલાકાત પર થોડો પ્રકાશ પાડતા બજરંગ પુનિયાએ કહ્યું કે, ભારતીયો વિદેશમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. કારણ કે ભારતમાં કોઈ સુવિધાઓ નથી. ભારતમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે વધુ ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. હું હાલ વર્લ્ડ ક્લાસ પાર્ટનર્સ સાથે યુએસ જઈ રહ્યો છું. સાથે જ કોઈપણ મોટી ટુર્નામેન્ટ પહેલા હું મારી જાતને વિચલિત કરવા માંગતો નથી. કારણ કે અહીં મને જન્મદિવસ, લગ્ન વગેરે માટે આમંત્રણો મળતા રહે છે.”

 

ભારતના સ્ટાર કુસ્તેબાજ બજરંગ પુનિયાએ વધુમાં કહ્યું કે, તે પેરિસમાં આગામી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. હું તાલીમ દરમ્યાન મારી જાતને સુધારવા માંગુ છું. જીત અને હાર એ જીવનનો એક ભાગ છે.”

ભારતનું રમત મંત્રાલય 25 જૂનથી 30 જુલાઈ સુધી મિશિગનમાં 35 દિવસના પ્રશિક્ષણ શિબિર માટે બજરંગ પુનિયાની મુસાફરી, બોર્ડિંગ, તેના અંગત કોચ અને ફિઝિયોથેરાપિસ્ટનો ખર્ચ ભોગવશે.

Next Article