Thomas Cup: ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચીને રચ્યો ઈતિહાસ, 73 વર્ષમાં પ્રથમ વાર કર્યો આવો કમાલ, પ્રણોય રહ્યો હિરો

|

May 14, 2022 | 8:42 AM

ભારતીય ટીમે (Indian Badminton Team) આ પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો અને પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Thomas Cup: ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચીને રચ્યો ઈતિહાસ, 73 વર્ષમાં પ્રથમ વાર કર્યો આવો કમાલ, પ્રણોય રહ્યો હિરો
Thomas Cup ની ફાઈલમાં પહોંચી ઈતિહાસ રચ્યો

Follow us on

ભારતીય બેડમિન્ટન ટીમે (Indian Badminton Team) ઈતિહાસ રચ્યો છે. ભારતે એચએસ પ્રણયના વધુ એક શાનદાર પ્રદર્શનના આધારે સેમિફાઇનલમાં ડેનમાર્કને હરાવી થોમસ કપ 2022 (Thomas Cup 2022) ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. શુક્રવાર 13 મેના રોજ રોમાંચક સેમિફાઇનલમાં 2-2 થી બરોબરી બાદ, ફરી એકવાર પ્રણય (HS Prannoy) ના ખભા પર વિજયનો ભાર આવ્યો અને અનુભવી ભારતીય શટલરે નિરાશ ન કર્યા. તેણે ડેનમાર્કના શટલરને 3 ગેમના કપરા મુકાબલામાં હરાવીને ભારતને 3-2થી વિજય અપાવ્યો હતો. બેડમિન્ટનની સૌથી મોટી ટીમ ટુર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ટાઈટલ માટે દાવો કરશે.

એક દિવસ પહેલા, ભારતીય ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવીને પાંચ વખતની ચેમ્પિયન મલેશિયાને 3-2થી હરાવીને તેની 43 વર્ષની રાહનો અંત આણ્યો હતો. પ્રણોયે ક્વાર્ટર ફાઈનલમાં છેલ્લી મેચ જીતીને વર્તમાન ફોર્મેટમાં પ્રથમ વખત ભારતને આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચાડ્યું હતું. શુક્રવારે 13મીએ ફરી, આખો ભાર તેના પર આવી ગયો અને મેચ દરમિયાન ઈજા થઈ હોવા છતાં, તેણે લડાયક રમત વડે ભારતને ટાઈટલ મેચમાં લીડ કરી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતીય ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે

 

 

સાત્વિક-ચિરાગની જોડીએ પુનરાગમન કર્યું હતું

વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે બેંગકોકમાં સિંગલ્સ ટુર્નામેન્ટ જીતી હતી, જ્યારે વિશ્વની આઠમાં નંબરની ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને ભારતને ફાઈનલની રેસમાં જાળવી રાખ્યું હતું પરંતુ 2-2 થી બરાબરી કર્યા પછી, પ્રણોયે ટીમને ઈતિહાસ રચવામાં મદદ કરી હતી.

જોકે, ભારતની શરૂઆત સારી રહી ન હતી.વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન વિશ્વના નંબર વન અને ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે 13-21, 13-21 થી હારી ગયો હતો કારણ કે ડેનમાર્કે 1-0 ની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ પ્રથમ ડબલ્સ મેચ જીતી હતી. ભારતીય જોડીએ બીજી મેચમાં કિમ એસ્ટ્રુપ અને મેથિયાસ ક્રિશ્ચિયનસેનને 21-18, 21-23, 22-20 થી હરાવીને ભારતને 1-1ની બરાબરી કરી હતી.

શ્રીકાંતે લીડ અપાવી, પ્રણોયે ખેલ ખતમ કર્યો

વિશ્વના 11 નંબરના શ્રીકાંતે ત્યારબાદ વિશ્વના ત્રીજા નંબરના એન્ડર્સ એન્ટોનસેનને 21-18 12-21, 21-15 થી હરાવીને 2-1 ની સરસાઈ મેળવી. કૃષ્ણ પ્રસાદ ગારાગા અને વિષ્ણુવર્ધન ગૌર પંજાલાની ભારતની બીજી ડબલ્સ જોડી 14-21, 13-21 થી હારી ગઈ. એન્ડર્સ સ્કારપ રાસમુસેન અને ફ્રેડરિક સોગાર્ડ. જેના કારણે બંને ટીમો 2-2 ની બરાબરી પર રહી હતી.

આવી સ્થિતિમાં અનુભવી શટલર પ્રણોય પહેલી ગેમ હાર્યા બાદ વાપસી કરીને પોતાની ટીમને જીત તરફ દોરી ગયો. વિશ્વના 13મા ક્રમાંકિત રેસમસ ગેમે સામે, પ્રણોયને કોર્ટ પર લપસી જવાથી પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી પરંતુ ભારતીય ખેલાડીએ મેડિકલ ટાઈમઆઉટ થયા બાદ તેની લડાઈ ચાલુ રાખી હતી. કોર્ટ પર તે પીડામાં જોવા મળ્યો હતો પરંતુ આ મુશ્કેલી છતાં તેણે 13-21, 21-9, 21-12 થી જીત મેળવીને ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું હતું.

 

Published On - 11:49 pm, Fri, 13 May 22

Next Article