Avani Lekhara એ પેરા-શૂટીંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો, પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ પણ મળી

|

Jun 08, 2022 | 8:58 AM

Para-Shooting World Cup-2022: ભારતની સ્ટાર પેરા-શૂટર અવની લેખારા (Avani Lekhara) એ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં 250.6 પોઈન્ટના વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 શ્રેણીમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Avani Lekhara એ પેરા-શૂટીંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો, પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ પણ મળી
Avani Lekhara (PC: Twitter)

Follow us on

ટોક્યો પેરાલિમ્પિક ચેમ્પિયન અવની લેખારા (Avani Lekhara) એ મંગળવારે પેરા-શૂટિંગ વર્લ્ડ કપ 2022 મહિલા 10 મીટર એર રાઈફલ (Para-Shooting World Cup-2022) સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં 250.6 પોઈન્ટના વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. 20 વર્ષની અવનીએ 2024ની પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું અને ફ્રાન્સના ચેટેરોમાં તેનો જ 249.6નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.

અન્ય ખેલાડીઓની વાત કરીએ તો પોલેન્ડની એમિલિયા બાબ્સ્કાએ 247.6 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે બ્રોન્ઝ મેડલ સ્વીડનની અન્ના નોર્મનને મળ્યો હતો. તેણે 225.6 નો સ્કોર કર્યો હતો. તમને જણાવી દઇએ કે રાઈફલ ઈવેન્ટ્સની SH1 કેટેગરીમાં શૂટર્સ જેમને નીચેના અંગોમાં વિકૃતિ હોય તેઓ ભાગ લે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતની સ્ટાર અવની લેખારા આ પહેલાની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની આરે હતી. કારણ કે તેના કોચ અને સહાયકને શરૂઆતમાં વિઝા આપવામાં આવ્યા ન હતા. જોકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority of India) અને રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ સમગ્ર મામલો ઉકેલાઈ ગયો હતો.

 

જાણો, ગોલ્ડ મેડલ જીત્યા બાદ અવનીએ શું કહ્યું…

અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ટ્વીટ કર્યું કે, “ચટિયારો 2022 ની R2 10m એર રાઈફલ SH1 ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સમય અને ભારતના પ્રથમ પેરિસ 2024 ક્વોટામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ ગર્વ અનુભવું છું. પેરાલિમ્પિક્સ પછી મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ. મને ટેકો આપનાર દરેકનો આભાર.’

શૂટિંગ પેરા સ્પોર્ટ્સે ટ્વિટ કર્યું, ‘અવની લેખારા R2 મહિલા 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1માં નવો વર્લ્ડ રેકોર્ડ ધારક. ભારતીય શૂટરે ચતિયારો 2022 વર્લ્ડ કપમાં 250.6 ના સ્કોર સાથે અગાઉનો રેકોર્ડ (249.6) તોડ્યો હતો.

ભારતની સ્ટાર પેરા શુટર અવની લેખારા (Avani Lekhara) એ ગયા વર્ષે ઓગસ્ટમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો અને પેરાલિમ્પિક્સમાં એકથી વધુ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

Next Article