19મી એશિયન ગેમ્સ (Asian Games) માટે આયોજન સમિતિ અને એશિયન હોકી ફેડરેશન (AHF) એ મંગળવારે સંયુક્ત રીતે એશિયન ગેમ્સ હોકી (Hockey) માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આતંરરાષ્ટ્રીય હોકી ફેડરેશનએ આ કાર્યક્રમને મંજૂરી આપી છે. ભારતીય મહિલા અને પુરૂષ ટીમને ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. એશિયન ગેમ્સનું આયોજન ચીનના Hangzhou માં 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર વચ્ચે થશે. જ્યારે હોકીની રમત 24 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર વચ્ચે રમાશે.
પુરૂષ હોકીમાં ભારતની ટીમ સાથે ગ્રુપ એ માં પાકિસ્તાન, જાપાન, બાંગ્લાદેશ, સિંગાપુર અને ઉઝબેકિસ્તાન છે. પુરૂષ ટીમ તેની પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાન સામે રમશે. પુરૂષ વર્ગમાં ગ્રુપ બી માં દક્ષિણ કોરિયા, મલેશિયા, ચીન, ઓમાન, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા છે.
મહિલા ટીમ તેના ટુર્નામેન્ટની શરૂઆત 27 સપ્ટેમ્બરના રોજ સિંગાપુર સામે કરશે. મહિલા ટીમ સાથે ગ્રુપમાં દક્ષિણ કોરિયા, મલેશિયા, હોંગ કોંગ ચાઇના અને સિંગાપુર છે. મહિલા વર્ગમાં ગ્રુપ બી માં જાપાન, ચીન, થાઇલેન્ડ, કઝાકિસ્તાન અને ઇન્ડોનેશિયા છે. હોકીની તમામ મેચ ગોંગશુ કેનાલ સ્પોર્ટસ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. પુરૂષ વર્ગની ફાઇનલ 6 ઓક્ટોબરના રોજ રમાશે, જ્યારે મહિલા વર્ગની ફાઇનલ 7 ઓક્ટોબરના રોજ રમાશે.
The 19th Asian Games Hangzhou 2022 match schedule is out.
Which game are you most excited for?#HockeyIndia #IndiaKaGame pic.twitter.com/OvrWrPmHNX
— Hockey India (@TheHockeyIndia) August 9, 2023
આ પણ વાંચો: Asian Champions Trophyની સેમિફાઈનલમાં થશે IND vs PAKનો જંગ, જાણો સ્થળ, સમય અને હેડ ટુ હેડ રેકોર્ડ
હોકીમાં 30 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 6.15 વાગ્યા શરુ થશે. પુરૂષ વર્ગમાં ગ્રુપ સ્ટેજની ટોપ બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મુકાબલા 4 ઓક્ટોબરના રોજ રમાશે. ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે ટક્કર 6 ઓક્ટોબરના રોજ થશે. મહિલા વર્ગમાં સેમિફાઇનલ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે જ્યારે ગોલ્ડ મેડલ મેચ 7 ઓક્ટોબરના રોજ રમાશે.