Asian Champions Trophy: કોરોના સંક્રમણમને લઇ મેચ રદ કરવામાં આવી, ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી કોરોના પોઝિટિવ ટીમ પર ખતરો

|

Dec 08, 2021 | 1:22 PM

ભારતે (Team India) ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી અને તેની પ્રથમ મેચમાં થાઈલેન્ડને 13-0ના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

Asian Champions Trophy: કોરોના સંક્રમણમને લઇ મેચ રદ કરવામાં આવી, ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી કોરોના પોઝિટિવ ટીમ પર ખતરો
Asian Champions Trophy

Follow us on

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy) માં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) ની એક મેમ્બર COVID-19 પોઝિટિવ હોવાનુ જણાયુ છે. જેના કારણે યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોરિયા સામેની બુધવારની મેચ રદ કરવામાં આવી છે. એશિયન હોકી ફેડરેશન (AHF) નું નિવેદન આવવાનું બાકી છે પરંતુ હોકી ઈન્ડિયાના એક સ્ત્રોતે પુષ્ટિ કરી છે કે એક ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. AHFનું નિવેદન ટુર્નામેન્ટમાં ભારતની ભાગીદારી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરે તેવી શક્યતા છે.

સૂત્રએ સમાચાર એજન્સીને કહ્યું, હા, એક ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેથી કોરિયા સામેની આજની મેચ રદ કરવામાં આવી છે. AHF આ મામલે વધુ નિવેદન બહાર પાડશે. રોગચાળાએ મંગળવારે જ ટૂર્નામેન્ટને પ્રભાવિત કરી જ્યારે મલેશિયા સામેની ભારતની બીજી મેચ કોવિડ સંબંધિત સમસ્યાઓને કારણે રદ કરવામાં આવી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મલેશિયાની ખેલાડી પણ આ પહેલા પોઝિટિવ હતી

મલેશિયાએ તેના એક ખેલાડી, નુરુલ ફૈઝાહ શફીકાહ ખાલિમ, દક્ષિણ કોરિયામાં આગમન પર કોવિડ-19 પોઝિટિવ સામે આવ્યા પછી ઓછામાં ઓછા પ્રથમ બે દિવસ સ્પર્ધાથી દૂર રહેવું પડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મલેશિયાની જેમ ભારતીય ટીમને પણ કોઈ ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડી શકે છે. સાથે જ આ મામલો સામે આવ્યા બાદ ટીમના બાકીના ખેલાડીઓ પર કોવિડનું સંકટ વધુ ઘેરાયેલું છે.

છેલ્લી વખતની ઉપવિજેતા ભારતે અગાઉ થાઈલેન્ડને 13-0 થી હરાવ્યું હતું જેમાં ડ્રેગ-ફ્લિકર ગુરજીત કૌરે પાંચ ગોલ કર્યા હતા. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનની મહિલા રેન્કિંગમાં ભારત નવમા ક્રમે છે અને ટુર્નામેન્ટમાં ભાગ લેનારી સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ટીમ છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ 2020માં યોજાવાની હતી પરંતુ કોવિડ-19ને કારણે તેને ઘણી વખત મોકૂફ રાખવી પડી હતી. રોગચાળો. હતો.

માત્ર એક જ વાર ટાઇટલ જીત્યું

ભારતે અત્યાર સુધી આ ટ્રોફી માત્ર એક જ વાર જીતી છે. ટીમે 2016માં સિંગાપોરમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ચીનને 2-1થી હરાવ્યું હતું અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ભારત 2010માં પ્રથમ એડિશનમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. 2011માં આ ટીમ ચોથા ક્રમે રહી હતી. આ વખતે ટીમ તેનું બીજું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ગઈ છે અને તેની શરૂઆત પણ સારી થઈ હતી. ટીમે થાઈલેન્ડ સામે ખૂબ જ આક્રમક અને પ્રભાવશાળી રમત દેખાડી હતી. જોકે, કોવિડના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

આ પણ વાંચોઃ  Ashes 2021 : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ‘મડદાં’ ની રાખ ભરેલી ટ્રોફી માટે કેમ જામે છે ‘નાક’ ની લડાઇ, શુ છે એશિઝ સિરીઝ નો ઇતિહાસ? જાણો

આ પણ વાંચોઃ  Cricket: એજાઝ પટેલ જ નહીં, કેશવ મહારાજ, સુનિલ નરેન થી માંડી ઇશ સોઢી અને મોન્ટી પાનેસર ધરાવે છે ભારતીય મૂળ, જાણો કોણ કોણ છે આ યાદીમાં

Published On - 1:19 pm, Wed, 8 December 21

Next Article