Boxing World Championship: ડેબ્યૂમાં જ નિશાંત દેવે દર્શાવ્યો દમ, બીજા રાઉન્ડમાં મેળવ્યુ સ્થાન, ગોવિંદ સહાની પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યો

|

Oct 28, 2021 | 10:23 AM

નિશાંત દેવ (Nishant Dev) અને ગોવિંદ સહાની (Govind Sahani) એ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ અન્ય નવોદિત બોક્સર લક્ષ્ય ચહરને હારનો સામનો કરવો પડ્યો હતો.

Boxing World Championship: ડેબ્યૂમાં જ નિશાંત દેવે દર્શાવ્યો દમ, બીજા રાઉન્ડમાં મેળવ્યુ સ્થાન, ગોવિંદ સહાની પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યો
Nishant dev-AIBA World Boxing Championship

Follow us on

સાર્બિયાના બેલગ્રેડમાં રમાઈ રહેલી AIBA વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (AIBA World Boxing Championship) માં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત પ્રવેશ કરી રહેલા નિશાંત દેવે (Nishant Dev) 71 કિગ્રા વજન વર્ગના પ્રથમ રાઉન્ડની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ દરમિયાન, 48 કિગ્રા વજન વર્ગમાં, ગોવિંદ સહાની (Govind Sahani) એ ખરાબ શરૂઆતથી વાપસી કરી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. દેવે હંગેરીના લાસ્ઝલો કોઝાક સામે 5-0 થી શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે સાહનીએ ઇક્વાડોરના બિલી એરિયસ ઓરિટ્ઝને 3-2 થી હરાવ્યો હતો.

દેવ હવે મોરેશિયસના મર્વેન ક્લેયર સામે ટકરાશે, જેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. સાહની હવે જ્યોર્જિયાના સાખિલ અલાખવરદોવી સામે ટકરાશે, જેને છેલ્લા 16માં પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. સાહની ને પહેલા રાઉન્ડમાં તમામ જજોથી નિરાશ મળી હતી. પરંતુ તેણે તેના શક્તિશાળી મુક્કાથી આગામી બે રાઉન્ડ જીતી લીધા હતા.

દેવે શાનદાર શરૂઆત કરી

દેવે ભારત માટે દિવસની શાનદાર શરૂઆત કરી. પરંતુ અન્ય નવોદિત બોક્સર લક્ષ્ય ચાહર (86 કિગ્રા) કોરિયાના કિમ હ્યોંગક્યૂ સામે હારી ગયો. કારણ કે મેચ બીજા રાઉન્ડમાં અટકાવવી પડી હતી. ભારતીય બોક્સર ચાહરને ‘હેડ બટ’ના કારણે કપાળ પર કટ લાગ્યો હતો, જેના માટે તબીબી મદદ લેવામાં આવી હતી. પરંતુ ફરીથી લોહી વહેવા લાગ્યું અને લડાઈ બંધ થઈ ગઈ હતી. ચાહરે શરૂઆતના રાઉન્ડમાં 4-1 થી જીત મેળવી હતી. પરંતુ જ્યારે મેચ અટકાવી દેવામાં આવી ત્યારે જજોએ તેને કોરિયન બોક્સરની ફેવરમાં ફેરવી દીધું. ભારતીય હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર સેન્ટિયાગો નીવા આ નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જેનાથી ચાહર પણ આશ્ચર્ય થઈ ગયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સુમિત-નરેન્દ્રની જીત

સુમિત (75 કિગ્રા) અને નરેન્દ્ર બરવાલ (92 કિગ્રાથી ઉપર) એ ગઈકાલે રાત્રે તેમના વજન વર્ગોમાં પ્રભાવશાળી જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સુમિતે જમૈકાના ડેમન ઓ’ નીલને 5-0 થી હરાવ્યો હતો. જ્યારે નરેન્દ્રએ પોલેન્ડના ઓસ્કર સાફરયાનને 4-1 થી હરાવ્યો હતો. સુમિતનો મુકાબલો તાજિકિસ્તાનના અબ્દુલિક બોલ્ટેવ સાથે થશે, જ્યારે બરવાલ સિએરા લિયોનના મોહમ્મદ કેન્દેહ સામે ટકરાશે. એશિયન મેડલ વિજેતા શિવ થાપા (63.5 કિગ્રા) અને દીપક બોહરિયા (51 કિગ્રા) સહિત ચાર અન્ય બોક્સરો પહેલેથી જ તેમની વેઇટ કેટેગરીના બીજા રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યા છે. હવે વરિન્દર સિંહ 60 કિગ્રા વજન વર્ગના પ્રારંભિક રાઉન્ડમાં આર્મેનિયાના કેરેન ટોનાક્યાન સામે ટકરાશે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Next Article