AFC Asian Cup Qualifiers: ભારતીય ગોલકીપરે વિરોધીઓને ચેતવણી આપી, કહી આ મહત્વની વાત

|

Jun 08, 2022 | 1:31 PM

Football : અમે કોઈ પણ ટીમને નબળી ટીમ તરીકે લઈ શકતા નથી. આ તબક્કે બિલકુલ નહીં કારણ કે અત્યારે ભારતીય ફુટબોલ (Indian Football) નું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.

AFC Asian Cup Qualifiers: ભારતીય ગોલકીપરે વિરોધીઓને ચેતવણી આપી, કહી આ મહત્વની વાત
Gurpreet Singh Sandhu (File Photo)

Follow us on

ભારતીય ફૂટબોલ ટીમ (Indian Football Team) એ 8 જૂનથી શરૂ થનારી આગામી એશિયન ક્વોલિફાયર્સ (AFC Asian Cup Qualifiers) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમને એશિયન ક્વોલિફાયર્સમાં અફઘાનિસ્તાન, કંબોડિયા અને હોંગકોંગ સાથે જોડવામાં આવી છે. આ ત્રણેય ટીમો ભારતની સૌથી નીચી રેન્ક ધરાવતી ટીમ છે. ભારત 8 જૂને ટૂર્નામેન્ટમાં કંબોડિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટ પહેલા ભારતના ગોલકીપર ગુરપ્રીત સિંહ (Gurpreet Singh Sanshu) એ મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહે કહ્યું કે, તે પણ આ 3 મેચ માટે તૈયારી કરી રહ્યો છે અને દરેક લોકો સમજી શકે છે કે તેણે અમારી જેમ સખત મહેનત કરી છે. અમે કોઈને પણ સરળતાથી નહીં લઇ શકીએ. આ તબક્કે તો બિલકુલ નહીં. કારણ કે ઘણું બધું દાવ પર છે. અમારે જે ટીમ સામે રમવાનું છે તેના પ્રત્યે કડક વલણ રાખવાની અને તેમનું સન્માન કરવાની પણ જરૂર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ફુટબોલ ટીમના ગોલકીપર ગુરપ્રીત સિંહે વધુમાં કહ્યું કે, ‘અમે પરિણામ મેળવવા માટે મેદાનમાં ઉતરીએ તે સુનિશ્ચિત કરવું પડશે. હું માનું છું કે અમારી પાસે આ જૂથમાંથી એક ટીમ હોવી જોઈએ જે AFC એશિયન કપ 2023 માં સ્થાન મેળવે.

 

 


એશિયન ક્વોલિફિકેશનમાં ભારતના કાર્યક્રમની વાત કરીએ તો કંબોડિયાની ટીમ સામે અભિયાન શરૂ કર્યા બાદ ભારતે 11 જૂને અફઘાનિસ્તાનની ટીમ સામે અને ત્યાર બાદ 14 જૂને હોંગકોંગની ટીમ સામે સામનો કરવાનો છે. એશિયન કપ 2023 ના ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ક્વોલિફાયર્સમાં 11 સ્થાનો દાવ પર છે. ક્વોલિફાયરમાં કુલ 24 ટીમો ભાગ લઈ રહી છે. જેને ચાર ટીમોના 6 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ છ જૂથોમાં સ્પર્ધાઓ મહાદ્વીપના વિવિધ દેશોમાં થઈ રહી છે.

 

Next Article