Live મેચમાં ગોળીનો વરસાદ થતા 5 લોકોના મોત, અનેક ચાહકો ઘાયલ

|

Oct 23, 2024 | 11:36 AM

જમૈકામાં કિંગ્સ્ટનના રૉકફોર્ટ સ્થિત પ્લીઝેટ હાઈટ્સમાં એક ફુટબોલ મેચ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ ઘટના બાદ આ વિસ્તારમાં 48 કલાકનું કર્ફ્યુ પણ લગાવી દીધું છે,

Live મેચમાં ગોળીનો વરસાદ થતા 5 લોકોના મોત, અનેક ચાહકો ઘાયલ

Follow us on

ફુટબોલ જગત સાથે જોડાયેલી એક મોટી ઘટના સામે આવી રહી છે. જમૈકામાં એક ફ્રેન્ડલી ફુટબોલ મેચ દરમિયાન દિલને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. મેદાનમાં અનેક વખત એવું જોવા મળે છે કે, ચાહકો ટીમને સપોર્ટ કરવા માટે આમને-સામે આવી જાય છે અને ટકકર થઈ જાય છે. પરંતુ કિંગ્સ્ટનના રોકફોર્ટ સ્થિત પ્લીઝેટ હાઈટ્સમાં એક ફુટબોલ મેચ દરમિયાન ગોળીનો વરસાદ થયો હતો. આ દરમિયાન 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

લાઈવ મેચમાં ગોળી મારી 5 લોકોની હત્યા

સ્થાનિક પોલીસ મુજબ સોમવારના 21 ઓક્ટોબરના રોજ કિંગ્સનટના રોકફોર્ટ સ્થિત પ્લીઝેટ હાઈટ્સમાં એક ફુટબોલની મેચ દરમિયાન થયેલા હુમાલામાં 5 લોકોની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કિંગ્સ્ટન ઈસ્ટર્ન પોલીસના પ્રમુખ અધીક્ષક ટોમિલી ચેમ્બર્સે જણાવ્યું કે, ગોળીબારીની ઘટના રાત્રે 8 કલાકે બની હતી. જમૈકા કાંસ્ટેબુલરી ફોર્સની સુચના શાખા કાંસ્ટેબુલરી કોમ્યુનિકેશન યૂનિટે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.

48 કલાકનો કર્ફ્યુ

પ્લેઝન્ટ હાઇટ્સ અગાઉ વારેકા હિલ્સ તરીકે ઓળખાતી હતી. આ સ્થળ ખુબ જ ચર્ચામાં છે, કિંગ્સ્ટન ઈર્સટર્ન ડિવીઝનના અધીક્ષક ટોમલી ચેમ્બર્સે જમૈકા ઓબ્ઝર્વર ઓનલાઈનના હવાલે કહ્યું કે, 7 લોકોને ગોળી મારવામાં આવી છે. તેમાંથી 5 લોકોના મૃત્યું થયા છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકોના મોત થયા છે. તેમાંથી 4 લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે. આ સિવાય પોલીસે આ ઘટના બાદ આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ પણ લગાવી દીધું છે.

જામફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?

પોલીસને ગેંગ વોરની શંકા છે

અધીક્ષક ચેમ્બર્સ કહ્યું કે,જલ્દી સામે આવશે કે, આ ઘટના કોઈ ગેંગ વોર સાથે જોડાયેલી છે કે કેમ, પરંતુ તેમણે કહ્યું તેમણે કહ્યું કે આ વિસ્તારમાં અપરાધ અને હિંસા ઘટાડવા માટે પ્રગતિ થઈ રહી છે. તેણે કહ્યું, ‘રોકફોર્ટ સમુદાયમાં બે વર્ષથી વધુ સમયથી શાંતિ છે.’ તમને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલનો જન્મ પણ જમૈકાના કિંગસ્ટનમાં થયો હતો. ક્રિકેટની દુનિયામાં જમૈકા ક્રિસ ગેલના કારણે જ જાણીતું છે.

Next Article