FIFA WC 2022: કતારમાં કેમલ ફ્લૂનો ખતરો, FIFA વર્લ્ડ કપ અટકી શકે છે દર્શકોમાં રોગનો ભય ફેલાયો

|

Nov 28, 2022 | 11:44 AM

ફિફા વર્લ્ડ કપ (FIFA WC 2022)વચ્ચે કતારમાં કેમલ ફ્લૂનો ખતરો વધી ગયો છે. દર્શકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ફિફા વર્લ્ડ કપમાં તેની અસર પડી શકે છે. જો આમ થશે તો કતારને મોટું નુકસાન થશે.

FIFA WC 2022: કતારમાં કેમલ ફ્લૂનો ખતરો, FIFA વર્લ્ડ કપ અટકી શકે છે દર્શકોમાં રોગનો ભય ફેલાયો
કતારમાં કેમલ ફ્લૂનો ખતરો, FIFA વર્લ્ડ કપ અટકી શકે છે
Image Credit source: AFP Photo

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં પણ કેમલ ફ્લૂ ફેલાઈ શકે છે. આ રોગ કોરોનાવાયરસ અને મંકીપોક્સ જેવા ગંભીર રોગો જેટલો ખતરનાક છે. ફિફા વર્લ્ડ કપના કારણે દુનિયાભરમાંથી ફૂટબોલ ચાહકો આ દેશમાં આવ્યા છે અને આ ચાહકોમાં કેમલ ફ્લૂ ફેલાઈ જવાનો ભય છે.ન્યૂ માઈક્રોબ્સ એન્ડ ન્યૂ ઈન્ફેક્શન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, વિશ્વભરના ફૂટબોલ ચાહકો 2022 ફિફા વર્લ્ડ કપ જોવા માટે કતારમાં ઉમટી રહ્યા છે, પરંતુ તેનાથી ચેપી રોગનું જોખમ વધી શકે છે. ચાહકો, સ્થાનિકો તેમજ ખેલાડીઓ પણ કેમલ ફ્લૂની પકડમાં આવી શકે છે.

 અંદાજે 1.2 મિલિયન લોકો વર્લ્ડ કપ જોવા માટે કતાર પહોંચ્યા

કેમલ ફ્લૂ સિવાય અનેક બિમારીઓ ચાહકોમાં ફેલાય શકે છે. એક અભ્યાસ મુજબ કતારમાં ક્યુટેનીયસ લીશમેનિયાસિસ, મેલેરિયા, ડેન્ગ્યુ, હડકવા, ઓરી, હેપેટાઇટિસ A અને B જેવા વેક્ટર-જન્ય રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક એવા વાયરસની ઓળખ કરી છે જે આવનારા સમયમાં રોગચાળાનું કારણ બની શકે છે.દુનિયાભરમાં અંદાજે 1.2 મિલિયન લોકો વર્લ્ડ કપ જોવા માટે કતાર પહોંચ્યા છે. ફિફા વર્લ્ડ કપ કોરોના મહામારીની અસર ઓછી થયા બાદ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આયોજનમાંથી એક છે. જેનાથી ખાડી દેશની 2.8 મિલિયન વસ્તીમાં 1.2 મિલિયન વધુ લોકો જાડાઈ રહ્યા છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, કતારે પોતાના સ્વાસ્થ વિભાગને આ ઘટનાને લઈ તૈયાર રહેવા કહ્યું છે. તે જ સમયે, ચેપના ફેલાવા પર સતત દેખરેખ અને અભ્યાસ મહત્વપૂર્ણ છે. “ઉપરોક્ત જોખમોને ઘટાડવા માટે, ટુર્નામેન્ટના મુલાકાતીઓ માટે નિયમિત રસીકરણ કરાવવું તેમજ ખાણી-પીણીની સલામત ઉપયોગ માટેના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉંટોને સ્પર્શવાનું ટાળવાની સલાહ

કતારમાં પ્રવાસ કરી રહેલા વર્લ્ડ કપના ચાહકોને પણ ઉંટોને સ્પર્શવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી ગંભીર સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. યુકે સ્થિત વેબસાઈટ આઈએફએલ સાયન્સના એક લેખક અનુસાર એમઈઆરએસને પ્રથમ વખત 2012માં સાઉદી અરબમાં જોવા મળ્યો હતો. જે કતારની સરહદમાં છે અને ત્યારથી 27 અલગ અલગ દેશોમાં 935 લોકોના મોત તેના કારણે થયા છે. જેનાથી કુલ 2,600 કેસ સામે આવ્યા છે.

MERS ચેપના મોટાભાગના કેસોમાં, ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ જેવા હળવા લક્ષણો હોય છે. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને ગંભીર ચેપ લાગી શકે છે.

Next Article