Chess: 16 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો

|

May 21, 2022 | 1:43 PM

Chess: 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદ (Chessable Masters Indian teenager Praggnanandhaa)એ ચેસેબલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને પાછળ છોડી દેવા માટે આ વર્ષે બીજી વખત મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં પ્રજ્ઞાનંદે કાર્લસનને હરાવ્યો હતો.

Chess: 16 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો
Praggnanandhaa (PC: News9Live)

Follow us on

ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ રમેશપ્રભુ (R. Praggnanandhaa)એ 2022માં વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન (Magnus Carlsen) સામે બીજી જીત નોંધાવી છે. ચેસબોલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં નોર્વેના કાર્લસને મોટી ભૂલ કરી અને પ્રજ્ઞાનંદે તેનો ફાયદો ઉઠાવીને તેને માત આપી હતી. આ જીત સાથે ભારતના 16 વર્ષીય પ્રજ્ઞાનંદની ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં પહોંચવાની આશાઓ જીવંત રહી છે. 3 મહિનામાં આ બીજી વખત છે, જ્યારે પ્રજ્ઞાનંદએ શાનદાર પ્રદર્શન કરતા વિશ્વ ચેમ્પિયન એવા મેગ્નસ કાર્લસનને માત આપી હતી. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં તેણે એરથિંગ્સ માસ્ટર્સમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. મેગ્નસ કાર્લસન સામે આ તેની પ્રથમ જીત હતી. હવે 3 મહિના બાદ તેણે ફરી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે.

પ્રજ્ઞાનંદ અને મેગ્નસ કાર્લસન આ ટૂર્નામેન્ટના પાંચમાં રાઉન્ડમાં 1,50,000 યુએસ ડોલર (રૂ 1.16 કરોડ)ની ઈનામી રકમ સાથે ટકરાયા હતા. મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી. પરંતુ મેગ્નસ કાર્લસન 40મી ચાલમાં મોટી ભૂલ કરી બેઠો. તેણે પોતાનો કાળો ઘોડો ખોટી જગ્યાએ મૂક્યો. આ પછી ભારતીય ખેલાડીએ તેને પરત ફરવાની તક ન આપી અને અચાનક તેને હારનો સામનો કરવો પડ્યો. મેગ્નસ કાર્લસનની ભૂલને કારણે મેચ જીત્યા બાદ પ્રજ્ઞાનંદે કહ્યું હતું કે તે આ રીતે મેચ જીતવા માંગતો નથી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

બીજા સ્થાન પર રહ્યો મેગ્નસ કાર્લસન

ચેસબોલ માસ્ટર્સ ટૂર્નામેન્ટના બીજા દિવસ પુરો થયા બાદ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન બીજા સ્થાને રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ચીનની વેઈ યી પ્રથમ સ્થાને છે તો બીજી તરફ ભારતના 16 વર્ષીય યુવા ખેલાડી પ્રજ્ઞાનંદના 12 પોઈન્ટ ધરાવે છે. વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રા પણ આ ટુર્નામેન્ટનો ભાગ છે. તે આ ટુર્નામેન્ટમાં 16 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

 

એયરથિંગ્સ માસ્ટર્સમાં મેગ્નસ કાર્લસન પહેલીવાર પ્રજ્ઞાનંદ સામે હાર્યો હતો

એરથિંગ્સ માસ્ટર્સના આઠમા રાઉન્ડમાં ભારતના આર પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. તે આ ટુર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી હતો. કાર્લસને ભારતીય ગ્રાન્ડમાસ્ટરની સામે ઘણી ભૂલો કરી અને અંતે તે મેચ હારી ગયો. અગાઉ આ બંને ખેલાડીઓ 3 વખત આમને-સામને આવ્યા હતા અને ત્રણેય વખત કાર્લસને જીત મેળવી હતી. પરંતુ ચોથી મેચમાં ભારતીય ખેલાડીનો વિજય થયો હતો. ત્યારબાદ કાર્લસને એપ્રિલમાં યોજાયેલા ઓસ્લો ઈ સ્પોર્ટ્સ કપમાં પ્રજ્ઞાનંદનાને 3-0થી હરાવીને પાછલી હારનો બદલો લીધો હતો. હવે પ્રજ્ઞાનંદએ ફરી જીત મેળવી હતી.

Next Article