Online Rummy: ‘મુર્ખ બનાવતા’ વિજ્ઞાપનને લઇ વિરાટ કોહલી અને તમન્ના ભાટીયાને કેરળ હાઇકોર્ટની નોટીસ

|

Jan 28, 2021 | 8:19 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team Indian) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને કેરળ હાઇકોર્ટ (Kerala High Court) દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. કેરળમાં ઓનલાઇન જુગાર (Online Gambling) પર બેન લગાવવાની માંગ કરતી એક અપિલને લઇને નોટીસ મોકલવામાં આવી છે.

Online Rummy: મુર્ખ બનાવતા વિજ્ઞાપનને લઇ વિરાટ કોહલી અને તમન્ના ભાટીયાને કેરળ હાઇકોર્ટની નોટીસ
Virat Kohli and Tamannaah Bhatia

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team Indian) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને કેરળ હાઇકોર્ટ (Kerala High Court) દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. કેરળમાં ઓનલાઇન જુગાર (Online Gambling) પર બેન લગાવવાની માંગ કરતી એક અપિલને લઇને નોટીસ મોકલવામાં આવી છે. વિરાટ કોહલી સાથે અભિનેત્રી તમન્ના ભાટીયા (Tamannah Bhatia) અને એક્ટર અજૂ વર્ગીઝ (Aju Varghese) ને પણ નોટીસ ફટકારવામાં આવી છે. આ તમામ સ્ટાર ચહેરાઓ ઓનલાઇન રમી ગેમ (Online Rummy Game) ના એમ્બેસેડર છે. સાથે જ કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ એસ મણિકુમાર (S Manikumar) ની અધ્યક્ષતા વાળી ડિવીઝન બેન્ચ તરફથી મોકલવામાં આવેલી આ નોટીસ દ્વારા તે તમામ પાસે જવાબ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

પોલી વડક્કણ નામના એક વ્યક્તિએ કોર્ટમાં અપિલ કરી હતી. તેમનુ કહેવુ છે કે, રાજ્યમાં ઓનલાઇન જુગારનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે. જેને લઇને ઓછી આવક ધરાવનારા લોકો ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં આવી ગેમ્સ સાથે જોડાય છે. લોકો આ રીતે જુગારની રમતમાં પોતાની બચતને પણ લગાવી રહ્યા છે. વડક્કણ એ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં એવા અનેક મામલા સામે આવ્યા છે કે જેમાં આ પ્રકારની રમતોથી ધોખેબાજી થઇ છે. 28 વર્ષીય એક યુવકની કથિત આત્મહત્યાનો મામલો પણ અપિલમાં ટાંકવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે, ઇસરોમાં કામ કરનારો આ યુવક ઓનલાઇન ગેમના ચક્કરમાં પડી ગયો હતો. તેને 21 લાખ રુપિયાનુ દેવું થઈ ગયુ હતુ. જ્યારે દેવુ ચુકતે કરવા માટે કોઇ માર્ગ ના રહ્યો તો તેણે આત્મહત્યા કરી લીધી હતી.

કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અપિલમાં કહેવામાં આવ્યુ છે કે, કોહલી, તમન્ના અને વર્ગીઝ જે પ્લેટફોર્મને એન્ડોર્સ કરી રહ્યા છે તે ખોટા વાયદા કરે છે. જેના દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષે છે. જ્યારે હકિકતમાં તેના દ્વારા મોટી રકમ જીતવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આમ લોકોને મુર્ખ બનાવવામા આવે છે. કેરાલા ગેમિંગ એક્ટ 1960 ને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, ઓનલાઇન જુગાર અને સટ્ટેબાજી જેવી ગતિવિધીઓ આ કાયદાના દાયરામાં નથી આવતી. આ કારણથી તેમની પર લગામ લગાવવી મુશ્કેલ થઇ રહ્યુ છે. યાચિકાકર્તાએ કેટલીક હાઇકોર્ટોના ચુકાદાઓને પણ ટાંક્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ખાસ કરીને ગુજરાત અને તામિલનાડુ હાઇકોર્ટના આદેશોના ઉલ્લેખ પણ કરાવમા આવ્યા છે. જેના દ્વારા ટાંકવામાં આવ્યુ છે કે, તેમના દ્વારા પોતાના ત્યાં ઓનલાઇન ગેમિંગ પર કાયદો બનાવવાની સંભાવનાઓ શોધવા માટે કહેવામાં આવ્યુ છે. તો આંધ્રપ્રદેશમાં આ પ્રકારની ગતિવિધીઓ માટે એક વિધેયક પણ લાવવામાં આવ્યુ છે. અરજકર્તાએ ઓનલાઇન જુગાર વાળી રમતો પર પ્રતિબંધ લગાવવા માટે અથવા તેના માટે કાયદો ઘડવા માટેની માંગ કરવામાં આવી છે.

Published On - 8:18 am, Thu, 28 January 21

Next Article