IPL 2019ની ફાઈનલના છેલ્લા બોલ પર દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા, એક બોલ અને 2 બે રન….અંતે મુંબઈ બની ગયું કિંગ

|

May 13, 2019 | 5:57 AM

મુંબઈ ઈન્ડિયન્સની તેજ બોલિંગના દમ પર IPLની 12મી સિઝનના ફાઈનલમાં તેમની જીત થઈ ચૂકી છે. પરંતુ આ જીત સામાન્ય ગણી ન શકાઈ. માત્ર 1 રનથી જ IPL સિઝન 12ને પોતાના નામે કરવામાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સફળ રહી છે. તેનો મતલબ કે ચૈન્નઈ સુપર કિંગ્સ પણ પોતાનું પૂરતું બળ લગાવી ચૂકી હતી. પરંતુ અંતે વિજેતાનો ખિતાબ […]

IPL 2019ની ફાઈનલના છેલ્લા બોલ પર દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા, એક બોલ અને 2 બે રન....અંતે મુંબઈ બની ગયું કિંગ

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સની તેજ બોલિંગના દમ પર IPLની 12મી સિઝનના ફાઈનલમાં તેમની જીત થઈ ચૂકી છે. પરંતુ આ જીત સામાન્ય ગણી ન શકાઈ. માત્ર 1 રનથી જ IPL સિઝન 12ને પોતાના નામે કરવામાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સફળ રહી છે. તેનો મતલબ કે ચૈન્નઈ સુપર કિંગ્સ પણ પોતાનું પૂરતું બળ લગાવી ચૂકી હતી. પરંતુ અંતે વિજેતાનો ખિતાબ તો મુંબઈ ઈન્ડિયન્સના ખાતામાં ગયો છે.

આ પણ વાંચોઃ ધોનીનો ધમાકો, IPLમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હૈદરાબાદ રાજીવગાંધી સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલ મેચમાં મુંબઈની ટીમે 8 વિકેટની સાથે 149 રન બનાવ્યા હતા. જેના ટારગેટમાં ચેન્નઈ સુપર કિંગ 148 જ રન બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ 4 વખત IPLની ફાઈનલ જીતવામાં સફળ બની.

હૈદરાબાદના રાજીવગાંધી સ્ટેડિયમમાં છેલ્લા બોલની ક્ષણે લોકોના શ્વાસ અધ્ધર

IPLની ફાઈનલ તો મુંબઈ ઈન્ડિયન્સ જીતવામાં સફળ રહી હતી પરંતુ જસપ્રીત બૂમરાહ અને રાહુલ ચાહરની બોલિંગ પછી મલિંગાએ કરેલી છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી મેચનો પ્રવાહ દરિયાના મોજા માફક ઉપર-નીચે થઈ રહ્યો હતો. ચેન્નઈની ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી પરંતુ બેટિંગ કરી રહેલા વોટ્સને વિકેટ ગુમાવી હતી. હવે મામલો સીધો ઓવરના છેલ્લા બોલ પર આવી ગયો હતો.

છેલ્લા બોલમાં ચેન્નઈને 2 રનની જરૂર હતી અને એક તરફ મલિંગા અને બેટિંગમાં શાર્દુલ ઠાકુર બીજી તરફ હતો. મલિંગાએ પોતાના અનુભવથી કદમ ઉઠાવીને શાર્દુલને LBW કરવામાં સફળ રહ્યો હતો. જો આ બોલમાં શાર્દુલ ઠાકુર પોતાની કરામતથી 1 રન પણ મેળવી ગયો હોત તો મેચ ટાઈ થવાની શક્યતા હતી. પણ દડો બેટ પર આવે તે પહેલા જ મલિંગાની કરામત બોલિંગે LBW કરી દીધુ.

TV9 Gujarati

 

IPLનો આ ફાઈનલ મેચ એવો હતો જેમાં ચૌથી વખત મુંબઈ અને ચૈન્નઈ આમને-સામને હતા. અને દર વખતે પહેલા બેટિંગ કરનારી ટીમ જીત મેળવી રહી હતી. જેને લઈને જ કદાચ રોહિતત શર્માએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હશે. મુંબઈની ટીમે 2013, 2015 અને 2017માં ફાઈનલ પોતાના નામે કરી છે. તો 2019ની જીત પણ તેના ખાતામાં લખાઈ ચૂકી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:36 am, Mon, 13 May 19

Next Article