Olympics Games Tokyo 2021 : ઓલમ્પિક યોજવાને લઈને લોકો અને સરકાર આમને સામને

|

May 04, 2021 | 5:54 PM

કોરોનાના કારણે સમગ્ર દુનિયા જાણે થંભી ગઈ છે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના મહામારી તબાહી મચાવી રહી છે. દુનિયાના દેશોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Olympics Games Tokyo 2021 : ઓલમ્પિક યોજવાને લઈને લોકો અને સરકાર આમને સામને

Follow us on

કોરોનાના કારણે સમગ્ર દુનિયા જાણે થંભી ગઈ છે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના મહામારી તબાહી મચાવી રહી છે. દુનિયાના દેશોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક દેશોમાં તો હજી પણ લોકડાઉન જેવી સ્થિતી છે તેવા સમયમાં હવે જાપાનમાં યોજાવા જનાર ઓલિમ્પિક ગેમ્સનો લોકો વિરોધ કરી રહ્યા છે.

 

જાપાનમાં હાલમાં કોરોના અને ઓલિમ્પિકના આયોજનને લઈને સરકાર અને લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જાપાનમાં કોરોનાને કારણે ગંભીર સ્થિતી ઉદ્દભવી છે. જાપાનના ઓસાકામાં કોરોનાની ચોથી લહેર હાલમાં તબાહી મચાવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

હોસ્પિટલમાં લોકોને બેડ નથી મળી રહ્યા સાથે જ એમ્બ્યુલન્સ માટે પણ લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે અને જો જાપાનમાં રસીકરણની વાત કરીએ તો આબાદીના 2 ટકા કરતા પણ ઓછા લોકોને રસી આપવામાં આવી છે, આવી પરિસ્થિતીમાં જો ઓલિમ્પિકનું આયોજન થશે તો સ્થિતી હજી ગંભીર બની શકે છે.

 

જાપાનમાં એક તરફ તો હાલ લૉકડાઉન લગાડવામાં આવ્યુ છે અને બીજી તરફ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોના વિરોધ વચ્ચે 23 જુલાઈએ યોજાવા જનાર ઓલિમ્પિકનું આયોજન રદ્દ થશે કે કેમ તેને લઈને અસમંજસની સ્થિતી બનેલી છે.

 

હાલમાં જ ઓલિમ્પિક આયોજકોએ જાપાની નર્સીસ એસોસિએશનન પાસે 500 નર્સોની વોલેન્ટિયર તરીકે માંગણી કરી હતી. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે રમતના આયોજન દરમિયાન 10 હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓની જરૂર પડી શકે છે. ત્યારે મહામારીથી લડવાની જગ્યાએ સરકાર ઓલિમ્પિકને છૂટ આપી રહી છે. જે નર્સો પહેલેથી જ કોરોના મહામારી સામે લડવામાં લાગી છે તેને ઓલિમ્પિકમાં મોકલવું યોગ્ય નથી.

 

હાલ જાપાનમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે અને કોરોનાના નવા વેરિએન્ટ સામે આવે તેનો પણ ભય રહેલો છે સાથે જ જાપાનમાં વેક્સિનેશન પર હજી એટલો ભાર આપવામાં આવ્યો નથી. તેવામાં હવે આ આયોજન સુપર સ્પ્રેડર બનીને તબાહી ન મચાવે તેની ભીતી સેવાઈ રહી છે.

 

કોરોનાના ડરને કારણે કેટલાક વોલેન્ટિયર પણ હવે આયોજન છોડીને જવા લાગ્યા છે. દુનિયાભરના દેશોમાં આ આયોજનને લઈને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે દુનિયાના બધા દેશોના ખેલાડીઓ તેમાં ભાગ લેશે અને તેમના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભુ થઈ શકે છે.

 

આ પણ વાંચો: IPL 2021 Suspended: કોરોનાને લઈને આઈપીએલ ટુર્નામેન્ટ રદ થવાની સ્થિતીમાં BCCIએ આટલુ નુકશાન વેઠવુ પડશે

Next Article