NZ vs PAK: ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન બોલર જૈમીસન સામે પ્રથમ દિવસે જ સમેટાયુ, જૈમીસનની 5 વિકેટ

|

Jan 03, 2021 | 7:13 PM

ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ પાકિસ્તાન (Pakistan) ની પુરી ટીમ પ્રથમ ઇનીંગમાં 297 રન પર જ સમેટાઇ ગઇ હતી. ક્રાઇસ્ટચર્ચ (Christchurch) માં રવિવાર થી શરુ થયેલી આ ટેસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અઝહર અલી (Azhar Ali) એ સારી રમત રમી હતી. જોકે તે શતક ને ચુકી ગયો હતો. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર […]

NZ vs PAK: ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન બોલર જૈમીસન સામે પ્રથમ દિવસે જ સમેટાયુ, જૈમીસનની 5 વિકેટ
Pakistan vs New Zealand

Follow us on

ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ પાકિસ્તાન (Pakistan) ની પુરી ટીમ પ્રથમ ઇનીંગમાં 297 રન પર જ સમેટાઇ ગઇ હતી. ક્રાઇસ્ટચર્ચ (Christchurch) માં રવિવાર થી શરુ થયેલી આ ટેસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અઝહર અલી (Azhar Ali) એ સારી રમત રમી હતી. જોકે તે શતક ને ચુકી ગયો હતો. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાઇલ જૈમીસન (Kyle Jamieson) સામે પાકિસ્તાનના મોટા ભાગના બેટ્સમેન ટકી શક્યા નહોતા. અઝહર સિવાય પાકિસ્તાનના કેપ્ટન મહંમદ રિઝવાને (Mohammad Rizwan) સંઘર્ષ ભરી થોડી રમત દાખવી હતી. તેણે 61 રન કર્યા હતા. જૈમીસનએ પોતાની ફક્ત છઠ્ઠી ટેસ્ટ મેચમાં ત્રીજી વખત એક જ ઇનીંગમાં 5 વિકેટ હાંસલ કરી છે. પાકિસ્તાનની અંતિમ વિકેટ ખરી પડતા જ પ્રથમ દિવસની રમત પુરી થઇ હતી.

ન્યુઝીલેન્ડની ટીમે 3 દિવસ પહેલા જ વેલિંગ્ટનમાં પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટ મેચમાં રોમાંચક રીતે હરાવી દીધુ હતુ. આમ 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં ન્યુઝીલેન્ડ 1-0 થી આગળ છે. આમ સીરીઝમાં ટકી રહેવા ના પ્રયાસો ની શરુઆતને જૈમીસને રોળી નાંખ્યુ હતુ. વરસાદ થી પ્રભાવિત મેચમાં ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જૈમીસનને તેની ઉંચાઇનો ફાયદો મળ્યો હતો. તેને પોતાની શોર્ટ પીચ બોલ વડે પાકિસ્તાની બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. દિવસના પ્રથમ સેશનમાં જ જૈમીસને ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આમ પાકિસ્તાન પર મુસીબતો જૈમીસને ઉતારી દીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટ્રેટ બોલ્ટએ અંતમાં નસીમ શાહની વિકેટ હાંસલ કરીને પાકિસ્તાનને 300 ના સ્કોરે પહોંચવા નહોતુ દીધુ. ન્યુઝીલેન્ડ માટે જૈમીસને 69 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદીને 2-2 વિકેટ મળી હતી. જ્યારે હેનરીને એક વિકેટ મળી હતી.

Next Article