હવે પાકિસ્તાન પણ એશિયા કપને પોતાના આંગણે યોજવા થનગની રહ્યુ છેઃ વાસિમ ખાન

|

Dec 04, 2020 | 11:23 AM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ હેવ એશિયા કપને પોતાના દેશમાં રમાડવા ને લઇને હવે ઉત્સુકતા દેખાડી રહ્યુ છે. વિઝાના ડરને લઇને ભારતમાં યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલા યુએઇ માં યોજવાની માંગ કરી ચુક્યુ છે. હવે એશીયા કપ પાકિસ્તાન પોતાના આંગણે યોજવા માટે મથી રહ્યુ છે. જેથી ભારતીય ટીમે પણ પાકિસ્તાનમાં ભાગ લેવા પહોંચવુ પડી શકે. પાકિસ્તાન ક્રિકેટ […]

હવે પાકિસ્તાન પણ એશિયા કપને પોતાના આંગણે યોજવા થનગની રહ્યુ છેઃ વાસિમ ખાન

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ હેવ એશિયા કપને પોતાના દેશમાં રમાડવા ને લઇને હવે ઉત્સુકતા દેખાડી રહ્યુ છે. વિઝાના ડરને લઇને ભારતમાં યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલા યુએઇ માં યોજવાની માંગ કરી ચુક્યુ છે. હવે એશીયા કપ પાકિસ્તાન પોતાના આંગણે યોજવા માટે મથી રહ્યુ છે. જેથી ભારતીય ટીમે પણ પાકિસ્તાનમાં ભાગ લેવા પહોંચવુ પડી શકે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વાસિમ ખાને કહ્યુ છે કે, તેમનો દેશ એશિયા કપને યોજવા માટે અધિકાર દર્શાવ્યા છે.

પ્રમુખ વાસિમ ખાને કહ્યુ હતુ કે, સમય કરતા મોડા આયોજીત થનારા એશિયા કપની આગામી ટુર્નામેન્ટ જૂન માસમાં શ્રીલંકામાં યોજાઇ શકે છે. ગત સપ્તાહે એશિયાઇ ક્રિકેટ પરિષદની ઓનલાઇન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે બોર્ડએ શ્રીલંકા માટે સ્થગિત કરેલ એશિયા કપનો જૂન મહિનામાં સમય નિર્ધારીત કર્યો છે. જોકે આવશ્યકતા સર્જાય તો તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પીટીઆઇ ને તેમણે કહ્યુ હતુ કે, આગળના એશિયા કપનુ આયોજન શ્રીલંકા કરશે અને 2022 માટે હવે અમને અધિકાર મળી ગયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આયોજીત કરવા માટેના પ્રયાસો કરી રહ્યુ છે. જે વર્ષ 2009માં શ્રીલંકન ટીમની બસ પર હુમલો કરવાના બાદ તક છીનવાઇ ગઇ હતી. ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને શ્રીલંકા સહિત ની કેટલીક ટીમોએ ગત એક વર્ષમાં પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન જેના દ્રારા એમ દેખાડવા પ્રયાસ કરે છે કે રમતને લઇને તેમનો દેશ એકદમ સુરક્ષીત છે. શ્રીલંકાની ટીમ પર હુમલા બાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંધ થઇ ગઇ હતી. તેમની મેચોના આયોજન યુએઇમાં થવા લાગ્યા હતા, આમ જાણે કે યુએઇ પાકિસ્તાનનુ હોમ ગ્રાઉન્ડ બની ગયુ હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article