AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 18 કલાકમાં તોડ્યા રેકોર્ડ… Nora Fatehi એ Shakira ને આપી જોરદાર ટક્કર, FIFA World Cup 2026 ના નવા ગીતે મચાવી ધૂમ

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સ મૂવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ તેના દરેક નવા ગીતની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન નોરાના ફેન્સ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે.

Breaking News : 18 કલાકમાં તોડ્યા રેકોર્ડ... Nora Fatehi એ Shakira ને આપી જોરદાર ટક્કર, FIFA World Cup 2026 ના નવા ગીતે મચાવી ધૂમ
| Updated on: Jun 09, 2026 | 3:58 PM
Share

નોરા ફતેહીના ગીતોનો ફેન્સ વચ્ચે એક અલગ જ ક્રેઝ (Craze) અને બઝ (Buzz) જોવા મળે છે. આ દરમિયાન હવે ફીફા વર્લ્ડ કપ 2026 માટે નોરા ફતેહીનું નવું ગીત ‘સીર સીર’ રિલીઝ થઈ ગયું છે, જેણે આવતાની સાથે જ ધમાકો મચાવી દીધો છે.

આ ટ્રેક ફીફા વર્લ્ડ કપ 2026 ના ઓફિશિયલ મ્યુઝિક પ્રોજેક્ટના ભાગ રૂપે બહાર પાડવામાં આવ્યો છે, જે ટૂર્નામેન્ટના ઓફિશિયલ આલ્બમમાં જોડાયેલ છે. રિલીઝ થતાની સાથે જ ગીતને એટલો બધો પ્રેમ મળ્યો કે, તેણે 18 કલાકમાં જ કમાલ કરી દીધો.

18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ

સમગ્ર વિશ્વમાં આ ગીત એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે, તેને માત્ર 18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે. જણાવી દઈએ કે, આ ટ્રેક માટે વિશ્વભરમાંથી મ્યુઝિકલ બેકગ્રાઉન્ડના કલાકારોને એકસાથે લાવવામાં આવ્યા છે. આ ગીતને મ્યુઝિક પ્રોડ્યુસર સંજય અને ફ્રેન્ચ સિંગર વેજડ્રીમ સાથે મળીને બનાવવામાં આવ્યું છે.

નોરા ફતેહી કરશે ‘પરફોર્મ’

નોરા ફતેહી 12 જૂનના રોજ ટોરોન્ટોના આઉટડોર સ્ટેડિયમ BMO ફીલ્ડમાં ફીફા વર્લ્ડ કપ 2026 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. નોંધનીય છે કે, કતાર વર્લ્ડ કપ દરમિયાન એક ફેન ઇવેન્ટમાં પરફોર્મ કર્યા બાદ ફીફામાં આ નોરા ફતેહીનું બીજું પરફોર્મન્સ હશે, જેના માટે ફેન્સ આતુર છે.

નોરાના ગીત પર ‘વિવાદ’

આ સિવાય જો નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ નોરા એક મ્યુઝિક વીડિયોમાં વાંધાજનક ડાન્સને લઈને વિવાદોમાં આવી હતી. આ મામલામાં તેણે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થવું પડ્યું હતું. નોરા પર આરોપ છે કે, તેણે ‘સરકે ચુનર’ ગીતમાં મહિલાઓને ખોટી રીતે રજૂ કરી છે.

ફેન્સ કરી રહ્યા છે ‘રાહ’

આટલું જ નહીં પરંતુ આ ગીતના હિન્દી બોલ અને દ્રશ્યોને વાંધાજનક તેમજ ‘ડબલ મિનિંગ’ વાળા ગણાવવામાં આવ્યા હતા, જેને લઈને ભારે વિરોધ થયો હતો. જો કે, હવે નોરા ફતેહી તેના નવા ગીત ‘સીર સીર’ ને લઈને ચર્ચામાં છે. આ સાથે જ ફેન્સ અને તેના ચાહકો પણ તેના પરફોર્મન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News : 48 ટીમ, 104 મેચ અને 3 યજમાન, FIFA World Cup 2026ની દરેક માહિતી જાણો

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">