Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી
Neeraj Chopra

Follow us on

Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી

| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:42 PM

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો અને બેઈજિંગ 2008માં અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિક ઈતિહાસમાં દેશનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે.

નિરજ ચોપરા (Neeraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic 2020)માં શાનદાર પ્રદર્શન કરીને એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની જીત પર હરિયાણા સરકારે (Haryana Government) તેમના માટે મોટું ઈનામ જાહેર કર્યું છે. હરિયાણા સરકાર નિરજ ચોપરાને 6 કરોડ રૂપિયા આપશે. આ સાથે વર્ગ-1ની નોકરી આપવામાં આવશે. નિરજ ચોપરા પંચકુલામાં સ્થાપવામાં આવનાર સેન્ટર ઓફ એથ્લેટિક્સના વડા હશે.

 

 

આ સાથે ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓનું પંચકુલામાં 13 ઓગસ્ટે સન્માન કરવામાં આવશે. 23 વર્ષીય નિરજ ચોપરાએ 87.58 મીટર દુર ભાલો ફેંકવાનો શ્રેષ્ઠ પ્રયાસ નોંધાવ્યો હતો અને જોકોબ વડલેજ અને વિટેજસ્લાવ વેસ્લીની જોડીને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો અને બેઈજિંગ 2008માં અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિક ઈતિહાસમાં દેશનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે.

 

બે થ્રો થયા ફાઉલ

ચોપરાએ 87.03 મીટરના થ્રોની સાથે શરૂઆત કરી અને પ્રથમ રાઉન્ડના થ્રો બાદ જ આગળ વધ્યા, 87.58 મીટરનો તેમને બીજો થ્રો નોંધાવ્યો, તેમનો ત્રીજો થ્રો 76.79 મીટરનો હતો. ચોપરાનો ચોથો અને પાંચમો થ્રો ફાઉલ થયો હતો પણ તે બોર્ડમાં ટોચ પર હતો. તેમનો છેલ્લો થ્રો 84.24 મીટર દુર ફેંક્યો હતો. ટોક્યો ઓલમ્પિકમાં નિરજ ચોપરાએ ગોલ્ડ મેળવ્યા બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે પોતાની ખુશી ડાન્સ કરીને વ્યક્ત કરી હતી. તેમને કાર્યકર્તાઓની સાથએ ભાંગડા કર્યા.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો માટે ગર્વની એ ક્ષણ જેમાં ભારતના નામે થયો ગોલ્ડ

 

આ પણ વાંચો: Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ