Tokyo Olympics 2020: ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ ઢોલ-નગાડાથી ગુંજી ઉઠ્યું

|

Aug 09, 2021 | 6:39 PM

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક ગેમની સમાપ્તી બાદ ભારતીય ખેલાડીઓ ભારત પરત ફરી રહ્યા છે. આ અંતર્ગત ભારતીય એથ્લેટિક્સ ટીમ અને હોકી ટીમના સભ્યો ઘરે પરત ફર્યા છે.

Tokyo Olympics 2020: ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ ઢોલ-નગાડાથી ગુંજી ઉઠ્યું
ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું

Follow us on

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક ગેમની સમાપ્તી બાદ ભારતીય ખેલાડીઓ ભારત પરત ફરી રહ્યા છે. આ અંતર્ગત ભારતીય એથ્લેટિક્સ ટીમ અને હોકી ટીમના સભ્યો ઘરે પરત ફર્યા છે. એથ્લેટિક્સ ટીમના સભ્યો 9 ઓગસ્ટના રોજ ટોક્યોથી દિલ્હી પહોંચ્યા હતા. ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમો ફરી સાથે આવી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ દરમિયાન એથ્લેટિક્સ ટીમના સભ્યો પ્રથમ આવ્યા હતા, જ્યારે હોકી ટીમના ખેલાડીઓ બીજી ફ્લાઈટ દ્વારા ભારત પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમના આગમનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓને માળા પહેરાવવામાં આવી હતી. ભારતે ટોક્યો ગેમ્સમાં પુરુષોની હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

 

 

 

 

 

જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી. તે જ સમયે, એથ્લેટિક્સમાં આ વખતે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ટોક્યો ગેમ્સ અને એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો.

 

આ દરમિયાન ખેલાડીઓના પરિવારના સભ્યો પણ એરપોર્ટ પહોંચ્યા હતા. ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ રવિ દહિયાના પિતાએ કહ્યું કે તેમના ગામના લોકો ખૂબ ખુશ છે. તે દીકરાને લેવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. તે જ સમયે તેમના શિષ્ય લવલીના બોરગોહેનને લેવા આવેલા શિવસિંહે કહ્યું કે આ વખતે બોક્સિંગમાં બ્રોન્ઝ ઓલિમ્પિકમાંથી આવ્યો છે. આવતી વખતે ગોલ્ડ મેડલ આવશે.

 

આ પણ વાંચો : Rajputana Rifles: જાણો તે રેજિમેન્ટ વિશે જેની સાથે જોડાયેલો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા

Published On - 6:38 pm, Mon, 9 August 21

Next Article