IND vs ENG: રવિ શાસ્ત્રીએ કર્યા મોટેરાની પિચના વખાણ, કહ્યુ જીત મેદાનના કર્મીઓને સમર્પિત

|

Mar 07, 2021 | 11:30 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ના ત્રીજા દિવસે જ ઇંગ્લેંની એક ઇનીંગ અને 25 રન થી હાર થઇ હતી. ભારતે આ સાથે જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીને 3-1 ના અંતર થી જીતી લીધી હતી. આ સાથે જ ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ હતુ.

IND vs ENG: રવિ શાસ્ત્રીએ કર્યા મોટેરાની પિચના વખાણ, કહ્યુ જીત મેદાનના કર્મીઓને સમર્પિત
Ravi Shastri-Virat Kohli

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ના ત્રીજા દિવસે જ ઇંગ્લેંની એક ઇનીંગ અને 25 રન થી હાર થઇ હતી. ભારતે આ સાથે જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીને 3-1 ના અંતર થી જીતી લીધી હતી. આ સાથે જ ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ હતુ. મોટેરાની પિચ (Motera Pitch) ને લઇને ત્રીજી ટેસ્ટ મેચબાદ થી સતત વાતચીત થતી રહી છે. જેની પર ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ કહ્યુ હતુ કે, મોટેરા ટ્રેકની પ્રકૃતી પર હલ્લો કરવાનો કોઇ કારણ નથી. કારણ કે ક્યૂરેટરે (Pitch Curator) એવી પિચ બનાવી, જેના થી અહી પાછળની બે મેચોમાં શાનદાર મનોરંજન મળી રહ્યુ. ઇંગ્લેંડ (England) ના કેટલાક પૂર્વ ખેલાડીઓએ ત્રીજી ટેસ્ટ માટે પિચની ખૂબ ટીકા કરી હતી. કારણ કે મહેમાન બનેલી ઇંગ્લેંડની ટીમ ડે નાઇટ મેચમાં 112 અને 81 રન પર જ સમેટાઇ ગઇ હતી.

ઇગ્લેંડને સ્પિનરો માટે ફાયદાકારક પિચ પર રમવા માટે પરેશાની થઇ હતી. જ્યારે ભારતે અહી જ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. ભારત હવે જૂન માસમાં ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ ફાઇનલ માટે ક્વોલીફાય કર્યુ છે. ઇંગ્લેંડને બીજી ઇનીંગમાં 135 રન પર જ ચોથી ટેસ્ટમાં સમેટી લેતા જ ભારતની જબરદસ્ત જીત થઇ હતી. ભારતે એક ઇનીંગ અને 25 રન થી જીત મેળવી હતી. જીત બાદ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, હું તેને મેદાનના કર્મીઓને સમર્પિત કરીશ. મને લાગે છે કે, આશિષ ભૌમિક એક શાનદાર મેદાન કર્મી છે, તે પોતાનુ કામ જાણે છે. તે દલજીતસિંહની સાથએ કામ કરી ચુક્યા છે, જે એક માસ્ટર ક્યૂરેટર છે.

સાથએ જ હેડ કોચ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, કોણ આ પિચની ફરિયાદ કરશે ? જેની પર શાનદાર મનોરંજન થયુ છે, બંને ટીમોને માટે અને રમત માટે. સાથે જ 3-1 ના પરિણામ થી ખ્યાલ નથી આવતો કે આ શ્રેણી કેટલી નજીકની હતી. શાસ્ત્રીએ ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશને લઇને પ્રશંસા કરી હતી. ગત વર્ષે ICC એ ફાઇનલ ક્વોલીફિકેશન માટે ના માપદંડમાં ફેરફાર કર્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શાસ્ત્રીએ કહ્યુ કે, અમારે માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટેબલમાં ટોપ પર રહેવુ એ અઢી વર્ષની મહેનત છે. તે વર્ષોમાં સફળ થવા પહેલા છ વર્ષની મહેનત હતી. તેમણે કહ્યુ કે, ખેલાડીઓએ એક વખતમાં એક જ શ્રેણીમાં ધ્યાન આપ્યુ હત અને તેઓ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ખાસ પરેશાન નહોતા, કારણ કે ગોલ પોસ્ટ દરેક વખતે શિફ્ટ થઇ જાય છે. શાસ્ત્રીએ કહ્યુ કે, અમે ટેબલ પર ટોપ ચાલી રહ્યા હતા. કેટલાક નિયમોમાં બદલાવને લઇને ટકાવારીની પ્રણાલી આવી ચુકી હતી. ત્યારે અમે રમી પણ નહોતા રહ્યા. જોકે હવે કોઇ વાંધો નથી. તો પણ અમને 520 પોઇન્ટ મળ્યા છે. અમે ટેબલ પર ટોપ રહેવા અને ફાઇનલમાં સ્થાન મેળવા અને રમવા માટે હકદાર છીએ.

Next Article