IND vs ENG: ધોનીના એ નિર્ણયને લઇને દસ વરસ બાદ મૌન તોડી ઇયાન બેલે પોતાની ભૂલ સ્વિકારી

|

May 14, 2021 | 12:27 PM

વર્ષ 2011માં ભારત અને ઇંગ્લેંડ (England Vs India) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમાઇ હતી. જે સિરીઝની બીજી મેચ નોટિંઘામમાં રમાયેલી, જેમાં ઇયાન બેલ (Ian Bell) ના રન આઉટની ખૂબ ચર્ચા રહી હતી. મેચના ત્રીજા દિવસે ટી બ્રેક પહેલા પહેલા જ ઇયાન બેલને રન આઉટ આપવામાં આવ્યો હતો.

IND vs ENG: ધોનીના એ નિર્ણયને લઇને દસ વરસ બાદ મૌન તોડી ઇયાન બેલે પોતાની ભૂલ સ્વિકારી
File Photo

Follow us on

વર્ષ 2011માં ભારત અને ઇંગ્લેંડ (England Vs India) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમાઇ હતી. જે સિરીઝની બીજી મેચ નોટિંઘામમાં રમાયેલી, જેમાં ઇયાન બેલ (Ian Bell) ના રન આઉટની ખૂબ ચર્ચા રહી હતી. મેચના ત્રીજા દિવસે ટી બ્રેક પહેલા પહેલા જ ઇયાન બેલને રન આઉટ આપવામાં આવ્યો હતો. અને ટી બ્રેક બાદ તે સમયે ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ પોતાની અપીલને પરત લઇ ઇયાન બેલ ને ફરી થી બેટીંગ કરવા માટે મેદાનમાં બોલાવ્યો હતો. જેને લઇને હાલમાં જ ધોનીને દશકનો આઇસીસી સ્પિરીટ ઓફ ક્રિકેટ એવોર્ડ (ICC Spirit of Cricket Award) પણ આપવામાં આવ્યો હતો. દરમ્યાન હવે ઇયાન બેલ એ 10 વર્ષ બાદ મૌન તોડીને કહ્યુ કે ભૂલ તે સમયે પોતાનાથી જ થઇ હતી.

ટી બ્રેક પહેલા ઇયાન બેલ અને ઇયોન મોર્ગન બેટીંગ કરી રહ્યા હતા. મોર્ગને બોલને લેગ સાઇડ પર ફટકાર્યો હતો. બંને બેટ્સમેન ને લાગ્યુ કે બોલ ચોગ્ગા માટે ગયો છે. બંને બેટ્સમેન પેવેલિયન તરફ પરત ફરવા લાગ્યા હતા. બાઉન્ડરી ઉપર રહેલા ફિલ્ડર પ્રવિણ કુમારે બોલને ચોગ્ગો જતો બચાવ્યો હતો. તેણે બોલને મહેન્દ્રસિંહ ધોની તરફ બોલને ફેંક્યો હતો. ધોનીએ બોલ ને અભિનવ મુકુંદ તરફ ફેંક્યો અને નોન સ્ટ્રાઇકર એન્ડ ના બેટ્સમેનને રન આઉટ કર્યો હતો. જેને લઇને ઇંગ્લીશ ફેન્સ એ ટીમ ઇન્ડીયાની ખૂબ હૂટીંગ પણ કરી હતી. ઓન ફીલ્ડ અંપાયર એ ઇયાન બેલને આઉટ જાહેર કર્યો હતો.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

બેલ એ એક સોશિય મીડિયા ચેનલ પર કહ્યુ હતુ કે, તેના માટે ધોનીને સ્પિરીટ ઓફ ગેમ એવોર્ડ મળ્યો. પરંતુ તે ભૂલ મારી હતી. હું કદાચ તે સમયે ખૂબ ભૂખ્યો રહ્યો હોઇશ. મારે બિલકુલ એમ નહોતુ કરવુ જોઇતુ. 2011 થી 2013 વચ્ચે પોતાનુ કરિયર પિક પર હતુ. ટીમ ની જેમ અમે ઘરે અને બહાર જીત નોંધાવી રહ્યા હતા. અમે ઓસ્ટ્રેલીયા અને ભારતમાં પણ ટેસ્ટ સિરીઝ જીતી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં કરવુ ખૂબ મુશ્કેલ હતુ.

Next Article