ના તો હું ધોની છું, કે ના તો હું તેની જેમ ફાસ્ટ છું, ઓસ્ટ્રેલીયાના કેપ્ટન વેડેને ધોનીની યાદ આવી

|

Dec 07, 2020 | 11:57 AM

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવને 36 બોલમાં 52 રનની ઇનીંગ રમી હતી. બાદમાં હાર્દીક પંડ્યાએ આક્રમક બેટીંગ કરીને રવિવારે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલીયાને છ વિકેટે હરાવી દઇને સીરીઝ પોતાને નામ કરી લીધી હતી. ભારતે આમ વન ડે સીરીઝની હારનો હિસાબ ચુકતે કરી લીધો હતો. ભારતીય ટીમે 195 રનનો પડકારજનક લક્ષ્યને બે બોલ બાકી રાખીને […]

ના તો હું ધોની છું, કે ના તો હું તેની જેમ ફાસ્ટ છું, ઓસ્ટ્રેલીયાના કેપ્ટન વેડેને ધોનીની યાદ આવી

Follow us on

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવને 36 બોલમાં 52 રનની ઇનીંગ રમી હતી. બાદમાં હાર્દીક પંડ્યાએ આક્રમક બેટીંગ કરીને રવિવારે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલીયાને છ વિકેટે હરાવી દઇને સીરીઝ પોતાને નામ કરી લીધી હતી. ભારતે આમ વન ડે સીરીઝની હારનો હિસાબ ચુકતે કરી લીધો હતો. ભારતીય ટીમે 195 રનનો પડકારજનક લક્ષ્યને બે બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે અગાઉ શુક્રવારે કેનબરા ટી20 પ્રથમ મેચને પણ 11 રન થી જીતી લીધી હતી. આ મેચમાં એક સમચ એવો પણ આવ્યો કે જ્યારે ઓસ્ટ્રેલીયાના વિકેટકીપર મેથ્યુ વેડ એ ટીમ ઇન્ડીયાના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો.

આ વાત ભારતીય બેટીંગ ઇનીંગ ની નવમી ઓવરની છે. આ ઓવરમાં લેગ સ્પીનર સ્વેપસન બોલીંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર સ્વેપસને વાઇડ બોલ ફેંક્યો હતો. ધવને તેને રમવા પ્રયાસ કર્યો પરંતુ બેટ ને બોલ સાથે કનેક્ટ ના કરી શક્યો. આ દરમ્યાન વિકેટકીપર વેડ પણ રાહ જોતો હતો કે, ધવન ક્યારે પગ ક્રિઝની બહાર લઇ જાય. ધવને થોડોક પગ બહાર નિકાળ્યો હતો પરંતુ, તુરત જ પગ પાછો કરતા ક્રિઝ પર આવી ગયો હતો. ત્યાર બાદ વેડ એ ધવનને કહ્યુ કે હું ધોની નથી, કે ધોનીની જેમ તેજ પણ નથી. આ વાત ને સ્ટમ્પમાં લાગેલા માઇક પર કેચ થઇ ગઇ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વતાવી દઇએ એકે, વેડ એ આ મેચ સાથે જ ઇન્ટરનેશનલ કેરીયર માં પ્રથમવાર કેપ્ટનશીપ નિભાવી હતી. તેમના નિયમીત કેપ્ટન આરોન ફીંચને આરામ પર મોકલવાને લઇને તેને કેપ્ટનશીપ મળી હતી.  વેડે કહ્યુ હતુ કે, આ એક મજાની મેચ હતી, જ્યાં સુધી હાર્દીક પંડ્યા ક્રિઝ પર નહોતો આવ્યો. કદાચ અમે બેટ થી કેટલાક રન ઓછા બનાવ્યા. દુર્ભાગ્ય થી અમે અમારી લય ને અંત સુધી જાળવી શક્યા નહોતા. જ્યારે તમે સારી શરુઆત કરો છો તો તેને આગળ વધારવી જરુરી હોય છે. જોકે હું જે રીતે રન આઉટ થયો તેનાથી દુખી છુ. તેનો આસાન કેચ વિરાટ કોહલીએ છોડ્યો હતો, એ દરમ્યાન રન લેવાનો પ્રયાસ કરતા તે આઉટ થયો હતો.

 

https://twitter.com/cricketcomau/status/1335538622464815104?s=20

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article