Team India નો સ્ટાર ખેલાડી કોરોનાની રસી લેવા તૈયાર નથી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી બહાર થયો

|

Nov 13, 2021 | 2:24 PM

બીસીસીઆઈ(BCCI)એ કોરોનાવાયરસ (Coronavirus) વચ્ચે ક્રિકેટના સુરક્ષિત સંચાલન માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. તમામ ખેલાડીઓએ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

Team India નો સ્ટાર ખેલાડી કોરોનાની રસી લેવા તૈયાર નથી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી બહાર થયો
મુરલી વિજય અને શિખર ધવન

Follow us on

Team India : ભારતીય બેટ્સમેન મુરલી વિજય (Murli Vijay) ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Aly Trophy)માં ભાગ લઈ રહ્યો નથી. 37 વર્ષીય વિજય તમિલનાડુ માટે રમે છે. જોકે આ વખતે તેને તક આપવામાં આવી નથી.

પસંદગીકારોએ ટીમની પસંદગી માટે વિજયના નામ પર વિચાર કર્યો ન હતો. આ અનુભવી બેટ્સમેનને તક ન આપવાનું કારણ મુરલી વિજય(Murli Vijay)નો નિર્ણય છે. મુરલી વિજયે કોવિડ-19(Covid-19) ની રસી લેવાની ના પાડી દીધી છે. આ કારણે તેના માટે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો મુશ્કેલ છે.

37 વર્ષીય મુરલી વિજય(Murli Vijay) કોવિડની રસી લેવા માંગતા નથી. આ સાથે, તે બાયો બબલના મુશ્કેલ સમયમાંથી પસાર થવા માંગતો નથી અને ન તો તે BCCIની SOP સ્વીકારવા તૈયાર છે. બીસીસીઆઈ (Board of Control for Cricket in India)એ કોરોના વાયરસના આગમન પછી ક્રિકેટની વાપસી પર નિર્ણય લીધો હતો કે, ખેલાડીઓ માટે કોવિડ -19 (Covid-19) માટે બનાવેલી રસી લેવી ફરજિયાત હશે. સાથે જ તેણે બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવું પડશે. બોર્ડે રાજ્ય એસોસિએશનોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ પણ આપ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમિલનાડુના પસંદગીકારોએ વિજયના નામ પર વિચાર કર્યો ન હતો

એક અહેવાલ અનુસાર, મુરલી વિજયના નિર્ણય વિશે, તમિલનાડુ બોર્ડના અધિકારીએ કહ્યું, ‘મુરલી વિજય રસી લેવા માંગતો નથી અને BCCIના નિયમો અનુસાર, ખેલાડીઓનું રસીકરણ જરૂરી છે. આ ઉપરાંત, કોઈપણ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા, તેઓએ બાયો બબલમાં જોડાવું પડશે અને જ્યાં સુધી તે ટીમ ટુર્નામેન્ટમાં રહેશે ત્યાં સુધી આ બાયો બબલ (Bio Bubble)માં રહેવું પડશે. પરંતુ વિજય આ માટે તૈયાર ન હતો, તેથી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને તેના નામ પર પસંદગી પર વિચાર કર્યો ન હતો.

વિજયે રસી લીધા પછી પણ ફિટનેસ સાબિત કરવાની હતી

તેણે આગળ કહ્યું કે જો તે રસી લેવા માટે તૈયાર હોય તો પણ તેણે ટીમમાં સ્થાન માટે આ ઉંમરે ફરી એકવાર તેની ફિટનેસ સાબિત કરવી પડશે. મુરલી વિજય ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. તેણે આ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમી હતી. વિજય ચેન્નાઈ સુપર કિંગ્સનો પણ એક ભાગ હતો જો કે તે આ સિઝનમાં તેમની તરફથી રમ્યો હતો.

આ પણ વાંચો : T20 World Cup : ભયંકર ઉલટફેર અને એક અનપેક્ષિત ફાઇનલ

Next Article