INDvsSA: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની નજર SAને ક્લીનસ્વીપ કરવા પર રહેશે, ત્યારે મેદાનમાં મહેન્દ્રસિંહ ધોની રહેશે હાજર

|

Oct 18, 2019 | 6:25 AM

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 19 ઓક્ટોબરે રાંચીમાં શરૂ થતી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં મહેન્દ્રસિંહ ધોની પણ નજરે આવશે. આ મેદાન ભારતના પૂર્વ કેપ્ટન ધોનીનું હોમગ્રાઉન્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચૂકેલા ધોની હાલના સમયમાં ભારતીય વન-ડે ટીમથી બહાર છે અને તેમને વિશ્વ કપ 2019 પછી અત્યાર સુધી કોઈ પણ મેચમાં ભાગ લીધો નથી. […]

INDvsSA: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની નજર SAને ક્લીનસ્વીપ કરવા પર રહેશે, ત્યારે મેદાનમાં મહેન્દ્રસિંહ ધોની રહેશે હાજર

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 19 ઓક્ટોબરે રાંચીમાં શરૂ થતી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં મહેન્દ્રસિંહ ધોની પણ નજરે આવશે. આ મેદાન ભારતના પૂર્વ કેપ્ટન ધોનીનું હોમગ્રાઉન્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચૂકેલા ધોની હાલના સમયમાં ભારતીય વન-ડે ટીમથી બહાર છે અને તેમને વિશ્વ કપ 2019 પછી અત્યાર સુધી કોઈ પણ મેચમાં ભાગ લીધો નથી.

JSCAએ મેચ માટે કર્યા આમંત્રિત

એક અહેવાલ મુજબ ઝારખંડ રાજ્ય ક્રિકેટ એશોસીએશને (JSCA) મહેન્દ્રસિંહ ધોનીને મેચમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. જેના જવાબમાં ધોનીએ પણ સહમતિ બતાવી હતી. ધોનીની લોકપ્રિયતાને જોતા મેદાનમાં તેમની હાજરી ઘણા ક્રિકેટ ફેન્સને ખેંચી લાવશે. JSCAએ અત્યાર સુધી તેની પુષ્ટી કરી નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધોનીની મેદાનમાં હાજરીને લઈ હાલમાં નિર્ણય લેવાયો નથી કે તે કયા દિવસે મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવશે. ગઈ વખત ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ મેચ થઈ હતી, ત્યારે તે મેચના છેલ્લા દિવસે મેદાનમાં જોવા મળ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત ક્લીન સ્વીપ કરવા ઉતરશે

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 19 ઓક્ટોબરથી રાંચીના JSCA આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સીરીઝની છેલ્લી મેચ છે. ભારતે આફ્રિકાને વિશાખાપટ્ટનમ અને પુણેમાં પ્રથમ 2 ટેસ્ટ મેચમાં હરાવીને 2-0થી આગળ છે, સાથે જ સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની નજર 3-0થી ક્લીનસ્વીપ કરવા પર હશે. JSCA આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ બીજી ટેસ્ટ મેચ હશે, આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે માર્ચ 2017માં રમાઈ હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article