MS Dhoni : જીતની ખુશીમાં રડવા લાગી ચેન્નાઈ સુપર કિંગ્સની નાની ફ્રેન, ધોનીએ ગીફટ આપીને દિલ જીત્યું, જુઓ Video

|

Oct 11, 2021 | 12:30 PM

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની માટે લોકોને પ્રેમ કેટલો છે તેનો જીવંત પુરાવો IPL 2021 (IPL 2021) ના પ્રથમ ક્વોલિફાયરમાં જોવા મળ્યો હતો.

MS Dhoni : જીતની ખુશીમાં રડવા લાગી ચેન્નાઈ સુપર કિંગ્સની નાની ફ્રેન, ધોનીએ ગીફટ આપીને દિલ જીત્યું, જુઓ Video
little csk fan

Follow us on

MS Dhoni :આઈપીએલ 2021ના ​​પ્રથમ ક્વોલિફાયર (Qualifier 1)માં, એમએસ ધોની (MS Dhoni) તેના જૂના રંગમાં દેખાયો. ક્રિકેટના ચાહકો માહીના આ અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન પોતાની ટીમને એક વખત વિજેતા શોટ સાથે ટુર્નામેન્ટની ફાઇનલમાં લઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

7 નંબર પર ઉતરીને જીત મેળવી

ઋતુરાજ ગાયકવાડ(Ruturaj Gaikwad) આઉટ થતાં જ ધોની 7 માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 149/5 હતો. કેપ્ટન કૂલે માત્ર 6 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા.

 

માહી છે તો મુમકિન છે

એક સમયે એવું લાગતું હતું કે, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) આ મેચ જીતી જશે, પરંતુ એમએસ ધોનીએ અશક્યને શક્ય બનાવ્યું અને ચોગ્ગો ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સને યાદગાર જીત અપાવી હતી.

ધોનીને જોઈને છોકરી ભાવુક થઈ ગઈ

 

જ્યારે ધોની મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમના સ્ટેન્ડમાં એક નાની છોકરી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી, તેણે ચેન્નઈ સુપર કિંગ્સની જર્સી (Chennai Super Kings) પહેરી હતી. ‘યલો આર્મી’ને જીતતા જોઈને તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ચાહકોએ કહ્યું- ‘ધોની નામ નહિ ઈમોશન છે’

છોકરીને માહી તરફથી યાદગાર ભેટ મળી

ચેન્નાઈ સુપર કિંગ્સની જીત પછી, જ્યારે એમએસ ધોનીને ખબર પડી કે તેના વિનિંગ શોટને ફટકાર્યા પછી, નાની છોકરી અને તેના ભાઈએ ખુશીના આંસુ રડવાનું શરૂ કર્યું. પછી માહીએ દિલ જીતી લે તેવું કામ કર્યું. ‘કેપ્ટન કૂલ’ એ બોલ છોકરીને આપ્યો.

IPL 2021 ની ટ્રોફીની નજીક ટીમો પહોંચવા જઇ રહી છે. પ્લેઓફની શરુઆત થઇ જતા જ હવે રોમાંચ પણ વધી ચુક્યો છે. પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઇ રહી છે. CSK ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને રન ચેઝની રણનિતી પસંદ કરી હતી.

આ પણ વાંચો : Maharashtra Bandh: આજે ‘મહારાષ્ટ્ર બંધ’, શાકભાજીના પુરવઠાને અસર થશે, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?

Next Article