માત્ર પ્રેકટીસ જ નહી પણ રણનીતિ ભર્યા અભ્યાસમાં લાગી ચુકી છે ટીમ ઇન્ડીયા, પીંક બોલથી પણ કરી ખાસ પ્રેકટીસ

|

Nov 18, 2020 | 7:59 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારતે પ્રથમ વન ડે અને ટી20 સિરીઝ રમવાની છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ મેચના સંજોગોને લઇને લાલ અને ગુલાબી બોલનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે 17 ડિસેમ્બર થી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ ડે નાઇટ હશે, જેમાં ગુલાબી બોલનો ઉપયોગ થશે 17 નવેમ્બરે પ્રેકટીસ સેશન દરમ્યાન ત્રણેય […]

માત્ર પ્રેકટીસ જ નહી પણ રણનીતિ ભર્યા અભ્યાસમાં લાગી ચુકી છે ટીમ ઇન્ડીયા, પીંક બોલથી પણ કરી ખાસ પ્રેકટીસ

Follow us on

ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારતે પ્રથમ વન ડે અને ટી20 સિરીઝ રમવાની છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ મેચના સંજોગોને લઇને લાલ અને ગુલાબી બોલનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે 17 ડિસેમ્બર થી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ ડે નાઇટ હશે, જેમાં ગુલાબી બોલનો ઉપયોગ થશે

17 નવેમ્બરે પ્રેકટીસ સેશન દરમ્યાન ત્રણેય પ્રકારની ટીમના પસંદ થયેલા તમામ ખેલાડીઓ ને સામેલ કરવામાં આવ્યા હતા. મહંમદ શામી અને મહંમદ સિરાજે વિરાટ કોહલી માટે બોલીંગ કરી હતી. કોહલીએ પોતાની પ્રેકટીસનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જે વિડીયો ટ્વીટર પર પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, ટેસ્ટ ક્રિકેટનુ સેશન પસંદ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોહલી ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમ્યાન માત્ર એક જ ટેસ્ટ રમનાર છે, તે પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ એટલે કે એડીલેડની ડે નાઇટ ટેસ્ટમાં ભાગ લેશે. ત્યાર બાદ તે પિતૃત્વની રજા પર જનારો છે. ટીમ ઇન્ડિયાની પ્રેકટીશ સેશન દરમ્યાનના વિડીયોમાં ખેલાડીઓ ટેસ્ટ મેચ ફિલ્ડીંગને ધ્યાને રાખીને સેંટર પીચ પર પ્રેકટીસ કરતા જોવા મળ્યા છે. આ દરમ્યાન બેટ્સમેન જોડી બનાવીને બેટીંગ કરતા પણ જોવા મળ્યા હતા. વળી ઝડપી બોલરો એ પણ એક એક ઓવરના હિસાબથી બોલીંગ કરી હતી. આ સામાન્ય રીતની નેટ પ્રેકટીસ કરતા અલગ પ્રકારની રણનીતિ રુપે જોવા મળી રહ્યુ છે.

ભારતીય ખેલાડીઓ પાછળના બે મહિનાઓથી આઇપીએલમાં રમી રહ્યા હતા. આ કારણ થી તેમને સફેદ બોલ થી પ્રેકટીશનો વધારે ભાર મુકવામાં આવ્યો નથી. કેએલ રાહુલ ગુલાબી બોલ થી અભ્યાસ કરતો જોવા મળી રહ્યો હતો. આ જોઇને લાગે છે કે, તે પ્રથમ ટેસ્ટને રમી શકે છે. એક બીજા વિડીયોમાં પણ શામી અને સિરાજ પણ સાથે સાથે બોલીંગ કરતા જોવા મળી રહ્યા હતા. 30 સાલના શામીએ આઇપીએલ 2020માં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા 20 વિકેટ મેળવી હતી. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ શામી પર ખુબ જ આધાર રાખી રહી હશે. ટેસ્ટ ની સાથે સાથે તે વન ડે અને ટી-20 ના પણ હિસ્સો છે.

સિરાજ ફક્ત ટેસ્ટ ટીમનો જ હિસ્સો છે, તેણે પ્રેકટીસ દરમ્યાન શામી અને બાકી અનુભવી ખેલાડીઓની દેખરેખ હેઠળ બોલીંગ કરી હતી. 26 વર્ષના સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં એક વન ડે અને ત્રણ ટી-20 મેચ રમ્યો છે. તો વળી આઇપીએલ 2020માં તેણે નવ મેચમાં 11 વિકેટ ઝડપી છે. બીસીસીઆઇએ શામી અને સિરાજના અભ્યાસનો વિડીયો પોસ્ટ કરતા લખ્યુ છે કે,  ગુરુ અને તેનો શિષ્ય મહંમદ શામી અને સિરાજ એક સાથે ટીમ ઇન્ડિયાની નેટસમાં બોલીંગ કરતા. ઝડપી અને ચોક્કસ.

https://twitter.com/imVkohli/status/1328665622989795329?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article