IPL 2021 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જમાવ્યો રંગ, ફટકારી 114 મીટરની સિક્સ, જુઓ VIDEO

|

Mar 21, 2021 | 8:37 PM

મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. સાથે જ તેમને દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાંથી પણ સામેલ છે. તેનું કારણ છે કે તે અંતમાં પોતાના મોટા-મોટા શોટ્સથી મેચનું પાસુ પલટાવી દે છે.

IPL 2021 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જમાવ્યો રંગ, ફટકારી 114 મીટરની સિક્સ, જુઓ VIDEO
M S Dhoni

Follow us on

મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. સાથે જ તેમને દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાંથી પણ સામેલ છે. તેનું કારણ છે કે તે અંતમાં પોતાના મોટા-મોટા શોટ્સથી મેચનું પાસુ પલટાવી દે છે. ધોની આંતરરાષ્ટ્રીય સ્તરથી સંન્યાસ લઈ ચૂક્યા છે પણ તે બેટ હાથમાં લે છે, ત્યારે બોલરોમાં એક ડર ઉભો થાય છે. IPLમાં તે રમી રહ્યા છે અને હાલમાં તે IPLની આગામી સિઝનની તૈયારી કરી રહ્યા છે.

 

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

 

ધોની આ સમયે ચેન્નાઈમાં પ્રી સીઝન કેમ્પમાં એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભાગ લઈ રહ્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધોની આ કેમ્પમાં પોતાની જુની લયને હાંસીલ કરવામાં લાગેલા છે. તેમની બેટિંગ પ્રેક્ટિસના વીડિયો સતત સામે આવતા રહે છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે કે જેને જોઈ બોલરોનો પરસેવો છૂટી જશે.

પ્રેક્ટિસમાં લગાવી 114 મીટરની સિક્સ

ધોનીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે લેગ સ્પિનરના બોલ પર સિક્સ મારતા જોવા મળી રહ્યા છે. તે આગળ વધીને બોલને લોંગ ઓન તરફના સ્ટેન્ડમાં મોકલી દે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર પર તેમનો આ વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું કે 109, 114 મીટરની સિક્સ. ધોનીના આ શોટથી જેવો જ બોલ સ્ટેન્ડમાં પડ્યો એક મોટો અવાજ આવ્યો.

 

IPL 2020માં ચેન્નાઈએ કર્યા હતા નિરાશ

IPL 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. ટીમ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવી શકી નહતી. પોઈન્ટ ટેબલ પર 7માં નંબર પર રહી હતી. ધોનીનું પ્રદર્શન પણ સામાન્ય રહ્યું હતું. તે પહેલાની જેમ મોટા શોટ નહતા રમી શકતા અને રન રેટને ફાસ્ટ કરી શક્યા નહતા. ત્યારે હવે ટીમે આ વખતે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમના આ કેમ્પમાં ઘણા ખેલાડી સામેલ થઈ ચૂક્યા છે. તેમાં ધોની સિવાય અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુ, યૂવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ, એન. જગદીશન, આર સાઈ કિશોર, કર્ણ શર્મા અને સી હરિ નિશાંત સામેલ છે.

 

આ પણ વાંચો: IND vs ENG: T20 શ્રેણાીમાં ધુમમચાવનારા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા પાંચ વિશ્વ રેકોર્ડ

Next Article