IND vs ENG: T20 શ્રેણાીમાં ધુમમચાવનારા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા પાંચ વિશ્વ રેકોર્ડ

આમ તો ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નુ બેટ લાંબા સમયથી શાંત હતું.

IND vs ENG: T20 શ્રેણાીમાં ધુમમચાવનારા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા પાંચ વિશ્વ રેકોર્ડ
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 21, 2021 | 7:38 AM

આમ તો ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું બેટ લાંબા સમયથી શાંત હતું. ઇંગ્લેંડ (England) સામેની ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં તો વિરાટ કોહલી કરતા પણ વધારે રન તો ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar)એ કર્યા હતા. વર્ષ 2019 બાદથી વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઇપણ ફોર્મેટમાં શતક નથી લગાવી શક્યો. તો વળી વિરાટ પણ તેની સર્વશ્રેષ્ઠ લયમાં પણ જોવા મળ્યો નથી. ઇંગ્લેંડ સામે સમાપ્ત થયેલી T20 સિરીઝમાં તેણે ધમાલ મચાવી દીધી છે. આ સિરીઝમાં વિરાટ કોહલીએ પાંચ વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધા છે. આ ઉપરાંત વિરાટ કોહલી આ સિરીઝમાં સર્વાધિક રન બનાવનારા બેટસમેનોની યાદીમાં ટોચ પર આવી ગયો છે.

વિરાટ ના વિશ્વ વિક્રમ 1. વિરાટ કોહલી એ કોઇ પણ દ્વી-પક્ષીય સિરીઝમાં સૌથી વધુ 231 રન બનાવ્યા. તેણે 2020 માં ન્યુઝીલેન્ડ સામે કેએલ રાહુલ (KL Rahul) ના 224 રનના રેકોર્ડને પાછળ મુકી દીધો હતો. 2. વિરાટ કોહલીએ કેપ્ટનના સ્વરુપમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા આરોન ફિંચ (Aron Finch) નો રેકોર્ડ તોડ્યો હતો. ફિંચના નામે 1462 રન છે, જ્યારે વિરાટ 1502 રન બનાવી ચુક્યા છે. વિરાટ એ આ માટે 45 મેચ રમી હતી. જ્યારે ફીંચ એ 44 મેચ રમી હતી. 3. કેપ્ટનના રુપે વિરાટ કોહલી હવે T20 ક્રિકેટમાં સૌથી વધારે અર્ધ શતક લગાવનારા બેટ્સમેન બની ચુક્યા છે. તેના નામે 12 અર્ધશતક નોંધાયેલા છે. જ્યારે, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એ 11 ફીફટી લગાવી છે. 4. કોઇ પણ T20 સિરીઝમાં કેપ્ટન સ્વરુપે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ હવે વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. વિરાટ એ આ સિરીઝમાં પાંચ મેચમાં 231 રન બનાવ્યા છે. 5. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 3000 રન પૂરા કરનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન વિરાટ કોહલી છે.

ઇંગ્લેંડ સામે T20 સિરીઝમાં 115 ની સરેરાશથી રન બનાવ્યા, 3 અર્ધ શતક નોંધાવ્યા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એ ઇંગ્લેંડ સામે પાંચ મેચોની T20 સિરીઝમાં સૌથી વધારે 231 રન બનાવ્યા છે. તેણે સિરીઝ ની 5 મેચોમાં 115.50 ની સરેરાશ અને 147.13 ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. જેમાં ત્રણ અર્ધશતક સામેલ છે. આ દરમ્યાન 20 ચોગ્ગા અને 9 છગ્ગા પણ તેના બેટથી નિકળ્યા હતા. એટલુ જ નહી, વિરાટ કોહલી એ આ સિરીઝ દરમ્યાન આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 3 હજાર રન પુરા કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટોચના પાંચમાં વિરાટ સહિત બે ભારતીય

વિરાટ કોહલી બાદ હવે આ યાદીમાં ટોચના પાંચ માં ફક્ત શ્રેયસ ઐયર ટીમ ઇન્ડીયા તરફથી સ્થાન બનાવી શક્યો છે. લિસ્ટમાં બીજા નંબર પર ઇંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર છે. જેણે પાંચ મેચોમાં 147 ની સ્ટ્રાઇક રેટ થી અને 43 ની સરેરાશ થી 148 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાન પર ડેવિડ મલાન એ મેળવ્યું છે. મલાન એ 5 મેચમાં 120.32 ની સ્ટ્રાઇક રેટ અને 37 ના સરેરાશ થી 148 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર જેસન રોય અને પાંચમાં નબર પર શ્રેયસ ઐયર રહ્યો હતો. જેસન એ પાંચ મેચોમાં 132.11 ના સ્ટ્રાઇક રેટ અને 28.80 ની સરેરાશ થી 144 રન બનાવ્યા હતા. શ્રેયષ ઐયર એ પાંચ મેચ રમી હતી અને તેણે 145.78 ના સ્ટ્રાઇક રેટ અને 40.33 ની સરેરાશ થી 121 રન બનાવ્યા હતા.

ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત એ 3-1 થી જીત મેળવી છે. જ્યારે પાંચ મેચોની T20 સિરીઝમાં ટીમ ઇન્ડીયા એ 3-2 થી જીત મેળવી છે. બંને ટીમો હવે ત્રણ મેચોની વન ડે શ્રેણીમાં આમને સામને થનારા છે. સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાનારી છે. જ્યારે બીજી મેચ 26 માર્ચે રમાશ, ત્રીજી અને અંતિમ મેચ 28 માર્ચે રમાશે. ત્રણેય મેચ પુણેમાં રમાનાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">