શું MS Dhoni આઇપીએલમાંથી નિવૃત્તિ લેશે ? રવિવારે થશે મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

|

Sep 24, 2022 | 11:40 PM

એમએસ ધોનીએ શનિવારે તેના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે રવિવારે તે લાઈવ દ્વારા એક ખાસ સમાચાર શેર કરવા જઈ રહ્યો છે.

શું  MS Dhoni આઇપીએલમાંથી નિવૃત્તિ લેશે ? રવિવારે થશે મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો
M S Dhoni to make a special announcement through Facebook

Follow us on

મહેન્દ્ર સિંહ ધોની  (Mahendra Singh Dhoni)   કઇ પણ કરે, તેના વિશે હંમેશા હલચલ મચી જાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલ ધોની હવે માત્ર આઈપીએલમાં જ રમતા જોવા મળે છે. આઇપીએલના બે મહિના સિવાય આખા વર્ષ દરમિયાન ચાહકોને તેના ધોની પરના કોઇ સમાચાર મળી શકતા નથી. ખાસ કરીને સોશિયલ મીડિયામાં, ચાહકો હંમેશા તેની કોઈપણ પોસ્ટ માટે તલપાપડ રહે છે. પછી અચાનક તે વચ્ચે કંઈક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ફરીથી કંઈક એવું કર્યું છે જેનાથી તેના ચાહકોમાં ગભરાટ ફેલાયો છે અને એવી અટકળો છે કે ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ તો નહીં લે.

ધોની શું જાહેરાત કરવા જઈ રહ્યો છે?

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ શનિવારે 24 સપ્ટેમ્બરે અચાનક તેના સત્તાવાર ફેસબુક પેજ પર એક પોસ્ટ કરી, જેણે ઘણી આશંકાઓ અને અટકળોને જન્મ આપ્યો. એક ખાસ જાહેરાતનો ઉલ્લેખ કરતા ધોનીએ કહ્યું કે તે રવિવાર 25 સપ્ટેમ્બરે ફેસબુક પર લાઈવ થશે. ધોનીએ લખ્યું કે, હું તમને 25 સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરે 2 વાગે એક મજેદાર સમાચાર જણાવીશ. તમને બધાને ત્યાં  (લાઇવ સત્ર) જોવાની આશા છે.

શું ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે?

એક તરફ આ પોસ્ટ ધોનીના ચાહકોને ખુશ કરવા માટે પૂરતી હતી તો કેટલાક ચાહકોમાં એ વાતની ઉત્સુકતા છે કે ધોની શું જાહેરાત કરવા જઈ રહ્યો છે. એમ એસ ધોની બે વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, તો હવે આવી કઈ જાહેરાત કરવા જઇ રહ્યો છે, જે ખૂબ જ ખાસ છે. આ સવાલ ચાહકોના હોઠ પર છે. અહીંથી આશંકા વધી રહી છે કે શું ધોની IPL માંથી નિવૃત્તિ જાહેર કરશે? હવે આવું થશે કે નહીં તે તો રવિવારે 2 વાગે જ ખબર પડશે. જોકે, એ નિશ્ચિત છે કે ધોની ચેન્નાઈમાંથી જ IPLમાંથી નિવૃત્તિ લેશે, કારણ કે તેણે ગત વખતે વચન આપ્યું હતું.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આવતા વર્ષથી, આઈપીએલ ત્રણ સીઝન પછી તેના જૂના ફોર્મેટમાં પરત ફરવા જઈ રહી છે, જેમાં તમામ ટીમો ફરીથી હોમ અને અવે મેચો રમશે. એટલે કે ફરી એકવાર ચેન્નાઈ સહિતની તમામ ટીમોને પોતપોતાના ઘરના પ્રશંસકો વચ્ચે ફરીથી રમવાની તક મળશે. આવી સ્થિતિમાં, આ અટકળોને વધુ બળ મળે છે કે ધોની આ IPL પછી નિવૃત્તિ લેશે.

Published On - 11:38 pm, Sat, 24 September 22

Next Article