કૃણાલ પંડ્યાને UAEથી ગેરકાયદેસર સોનું લાવવાની આશંકાએ મુંબઈ એરપોર્ટ પર અટકાવાયો

|

Nov 12, 2020 | 10:33 PM

ક્રિકેટર કૃણાલ પંડ્યાને સંયુક્ત આરબ અમીરાતથી અવૈધ સોનુ લઈ આવવાની આશંકાએ તેને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો છે. સમાચાર એજન્સી દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીંજન્સના સુત્રો મુજબના હવાલાથી બતાવવામાં આવ્યુ છે, કે કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો છે. તેની પર જાણકારી વિનાના મર્યાદિત સીમા કરતા વધુ પ્રમાણમાં […]

કૃણાલ પંડ્યાને UAEથી ગેરકાયદેસર સોનું લાવવાની આશંકાએ મુંબઈ એરપોર્ટ પર અટકાવાયો

Follow us on

ક્રિકેટર કૃણાલ પંડ્યાને સંયુક્ત આરબ અમીરાતથી અવૈધ સોનુ લઈ આવવાની આશંકાએ તેને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો છે. સમાચાર એજન્સી દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીંજન્સના સુત્રો મુજબના હવાલાથી બતાવવામાં આવ્યુ છે, કે કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો છે. તેની પર જાણકારી વિનાના મર્યાદિત સીમા કરતા વધુ પ્રમાણમાં સોનુ મળી આવ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે. સાથે જ કેટલીક કિંમતી ચીજો પણ તેની પાસેથી મળી આવી છે. જોકે આ મામલાને લઈને કસ્ટમ અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યા છે. તેની પાસેથી સોનુ અને બાકીની કિંમતી ચીજોને લઈને તેના આધાર દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. તે યુએઈથી આઈપીએલ 2020માં ભાગ લઈને પરત ફરી રહ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૃણાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય છે. જે હાર્દિક પંડ્યાનો મોટોભાઈ છે. હાર્દિક પંડ્યા ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થઈ ગયો હતો, જ્યાં કૃણાલ પંડ્યા ટુર્નામેન્ટ પુર્ણ થતાં ભારત પરત ફરી રહ્યો હતો. તેમની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020નો ખિતાબ જીતી ચુકી છે. આ સિઝનમાં તે 16 મેચ રમી ચુક્યો છે અને 109 રન બનાવીને છ વિકેટો ઝડપી ચુક્યો છે. કૃણાલ પંડ્યા વર્ષ 2016માં મુંબઈ સાથે જોડાયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 55 મેચમાં 891 રન બનાવી ચુક્યો છે અને 40 વિકેટ ઝડપી ચુક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:31 pm, Thu, 12 November 20

Next Article