કોહલીએ લીધેલા ડીઆરએસ કોલને લઇને વિવાદ સર્જાયો, રીપ્લે નકારાતા ભારે પડ્યો મેથ્યુ વેડ

|

Dec 09, 2020 | 8:24 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમ વચ્ચે સિડનીમાં રમાયેલી, ત્રીજી ટી20 મેચ દરમ્યાન વિરાટ કોહલીએ લીધેલા ડીઆરએસ કોલ ને લઇને નવો વિવાદ છેડાઇ ગયો છે. ઓસ્ટ્રેલીયાની બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતીય કેપ્ટન કોહલીએ, સેટ થઇ ચુકેલા બેટ્સમેન મેથ્યુ વેડની સામે એલબીડબલ્યુ રીવ્યુ લીધો હતો. જોકે ટીવી અંપાયરે કોહલીની આ અપીલને નકારી દીધી હતી, કારણ કે રીવ્યુ લેવાના […]

કોહલીએ લીધેલા ડીઆરએસ કોલને લઇને વિવાદ સર્જાયો, રીપ્લે નકારાતા ભારે પડ્યો મેથ્યુ વેડ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમ વચ્ચે સિડનીમાં રમાયેલી, ત્રીજી ટી20 મેચ દરમ્યાન વિરાટ કોહલીએ લીધેલા ડીઆરએસ કોલ ને લઇને નવો વિવાદ છેડાઇ ગયો છે. ઓસ્ટ્રેલીયાની બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતીય કેપ્ટન કોહલીએ, સેટ થઇ ચુકેલા બેટ્સમેન મેથ્યુ વેડની સામે એલબીડબલ્યુ રીવ્યુ લીધો હતો. જોકે ટીવી અંપાયરે કોહલીની આ અપીલને નકારી દીધી હતી, કારણ કે રીવ્યુ લેવાના પહેલા જ કોહલીએ મોટી સ્ક્રિન પર રીપ્લે જોઇ લીધો હતો.

વતા મેચની 11 મી ઓવરની છે કે જ્યારે ટી નટરાજનના ચોથા બોલ પર વેડ વિકેટની સામે બીટ થયો હતો અને બોલીંગની જોરદાર અપીલ કરી હતી. જેને ફીલ્ડ અંપાયરે આઉટ નહોતો આપ્યો લોન્ગ ઓન પર ફીલ્ડીંગ કરી રહેલા વિરાટ કોહલીએ બોલર અને રાહુલ સાથે વાતચીત કરી હતી અને રીવ્યુ નહી લેવાનો ફેંસલો કરીને બાઉન્ડ્રી તરફ ચાલવા લાગ્યો હતો. આ દરમ્યાન જ તેણે સ્ક્રીન પર રીપ્લે જોયો તો તેણે તરત જ રીવ્યુ નો ઇશારો કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોહલીના આ પ્રકારે રીવ્યુ લેવા થી વેડ પણ નારાજ જોવા મળ્યો હતો. સ્ટમ્પ માઇકમાં તેને એ કહેતા પણ સંભળાયો હતો કે, તેણે મોટી સ્ક્રીન પર જોઇને પછી રીવ્યુ લીધુ છે. કોહલીનો ડીઆરએસ કોલ બોલ નાંખવાના 17 સેકેન્ડ પછી આવ્યો હતો, જ્યારે રીવ્યુ માટે બંને ટીમોને 15 સેકન્ડનો સમય મળે છે. ટીવી અંપાયર પોલ વિલ્સને કોહલીના રીવ્યુને એમ કહીને જ નકારી દીધુ હતુ કે તેણે રીપ્લે જોયો છે. તેમણે કહ્યુ હતુ કે, અમે તેની સમીક્ષા નથી કરી શકતા, પરંતુ મોટી સ્ક્રીન પર રીપ્લે બતાવવામાં આવ્યુ હતુ. તે રીવ્યુ યોગ્ય નથી. તેના પછી કોહલી નારાજ પણ જોવા મળ્યો હતો. કારણ કે વેડ આઉટ હતો પરંતુ જીવતદાન મળ્યા પછી 53 બોલમાં 80 રનની ઇનીંગ રમી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article