Gujarati NewsSportsKaran johar comments on hardik pandya controversy happened on his show coffee with karan
હાર્દિક પંડ્યા મામલે પહેલી વખત બોલ્યા કરણ જોહર
કૉફી વિધ કરણમાં હાર્દિક પંડ્યાએ જે પણ કંઈ કમેન્ટ કરી ત્યારબાદ સતત તેની આલોચના થઈ રહી છે. એક બાજુ લોકો પોતપોતાના અભિપ્રાય આપી રહ્યાં છે ત્યાં બીજી બાજુ બીસીસીઆઈ. પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ માટે એક કમિટી બેસાડવી પડી. ત્યારે હવે આટલા સમયે પહેલી વખત કરણ જોહરે આ મામલે કંઈક ટિપ્પણી […]
કૉફી વિધ કરણમાં હાર્દિક પંડ્યાએ જે પણ કંઈ કમેન્ટ કરી ત્યારબાદ સતત તેની આલોચના થઈ રહી છે. એક બાજુ લોકો પોતપોતાના અભિપ્રાય આપી રહ્યાં છે ત્યાં બીજી બાજુ બીસીસીઆઈ. પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ માટે એક કમિટી બેસાડવી પડી.
ત્યારે હવે આટલા સમયે પહેલી વખત કરણ જોહરે આ મામલે કંઈક ટિપ્પણી કરી છે. કરણના શોથી જ આ તમામ વિવાદ ઉભો થયો છે ત્યારે આટલા સમયથી કરણે કોઈ જ નિવેદન નહોતું આપ્યું પરંતુ આખરે કરણે પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે.
કરણ જોહરે કહ્યું,
“મારે કહેવું છે કે આ આખી ઘટનામાં મારી જાતને જવાબદાર માનુ છું. કારણ કે જે કંઈ પણ થયું તે મારા શો અને પ્લેટફોર્મના કારણે થયું છે. મેેં તે લોકોને ગેસ્ટ તરીકે મારા શોમાં બોલાવ્યા હતા. અને એટલે શો પર આવનારા મહેમાનો પર જે અસર પડી તેના માટે હું મારી જાતને જ જવાબદાર માનુ છું. મેં ઘણી રાતો એ વિચાર્યા કર્યું કે કાશ, આવું કંઈ ન થયું હોતું. કે પછી હું તેમને આ નુક્સાનમાંથી બચાવી શકતો. પરંતુ મારું સાંભળશે કોણ. હવે આ વાત મારા કાબુની બહાર જતી રહી છે.”
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
વધુમાં કરણે કહ્યું,
“આ બધું કહીને હું મારી જાતને બચાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. મેં જે સવાલ તે લોકોને પૂછ્યા હતા તે મારા શોમાં આવનાર દરેક મહેમાનને પૂછું છું. મહિલાઓને પણ. મારા શો પર આલિયા-દીપિકા પણ આવી ચૂકી છે જેને આ સવાલો પૂછ્યા હતા જે હાર્દિક અને રાહુલને પૂછ્યા. પરંતુ સામેવાળી વ્યક્તિ તેનો કેવો જવાબ આપશે તેના પર મારો કોઈ કન્ટ્રોલ ન હોય.”
કરણે એમ પણ કહ્યું કે જે શોથી આ વિવાદ થયો, તે શો સંપૂર્ણ રીતે મહિલાઓ ચલાવે છે. પરંતુ તેમાંથી તો કોઈએ પણ આવીને એમ ન કયું કે કંઈ આપત્તિજનક કે અભદ્ર થયું છે. કરણને ખુદને પણ આવું કંઈ નથી લાગ્યું. કરણ વિશે લોકોએ એમ પણ કહેવાનું શરૂ કરી દીધું કે આ વિવાદ બાદ કરણના શોની ટીઆરપી વધી ગઈ જેને તે સારી રીતે એન્જોય કરી રહ્યાં છે. તે મુદ્દે કરણે કહ્યું,
“હાર્દિક અને રાહુલની સાથે જે કંઈ પણ થયું તેનો મને બહુ અફસોસ છે. અને પછી કેટલાક લોકો એમ વાત કરી રહ્યા છે કે હું ટીઆરપી એન્જોય કરી રહ્યો છું. પણ હું એ લોકોને કહી દઉં કે મને ટીઆરપીની કંઈ નથી પડી. કદાચ શો પર જે કોઈ વાતો એક હદ બહાર જતી રહી તેના માટે હું માફી માગુ છું. હું એટલે માફી માગું છું કારણ કે તે માકા પ્લેટફોર્મ પર થયું છે. મને લાગે છે કે જે કંઈ થયું તે માટે બંને ક્રિકેટર્સને પૂરતી સજા મળી ચૂકી છે.”
કૉફી વિધ કરણ સીઝન 12માં પહેલી વખત કોઈ ક્રિકેટર પહોંચ્યા હતા. અહીં જ હાર્દિક પંડ્યાનું કહેવું હતું કે તે યુવતીનો શેપ અને મૂવમેન્ટ જોવે છે. તે યુવતીઓ સાથે વાતચીત કરવામાં રસ નથી ધરાવતા. બસ તેમને જોવે છે અને ઓબ્ઝર્વ કરે છે. સાથે જ હાર્દિકે એમ પણ કહ્યું કે તે સેક્સ કર્યા બાદ ઘરે જઈને પોતાના મમ્મી-પપ્પાને કહે છે કે તે આજે કરીને આવ્યા છે.
મહિલાઓ માટે આવી વાતો બોલવા પર સોશિયલ મીડિયામાં હાર્દિકને ઘણું કહેવામાં આવ્યું. એટલે સુધી કે બીસીસીઆઈએ તેમને ઓસ્ટ્રેલિયા ટ્રીપની વચ્ચે જ પાછો બોલાવી લેવાયો. જોતજોતામાં તો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કે બીસીસીઆઈ કોઈ આખરી નિર્ણય નથી લેધી, ત્યાં સુધી આ બંને ક્રિકેટર્સનું ભવિષ્ય અધ્ધરતાલ છે.