જોશ બટલરના લાઇવ ઇન્ટરવ્યુમાં નાનકડી પુત્રીની ક્યુટ મસ્તી, ફેંસને દિકરીની ક્યુટનેસ પસંદ પડી

|

Nov 19, 2020 | 7:47 AM

દુનિયાના સૌથી આક્રમક વિકેટકીપર બેટ્સમેનો પૈકીના એક ઇંગ્લેંડના જોસ બટલર, જ્યારે બેટીંગ કરતા હોય ત્યારે કોને પસંદ નથી હોતો તેનો અંદાજ. જોકે હાલમાં ઇંગ્લીશ ટીમ ના બેટ્સમેન જોશ બટલર પોતાની નાનકડી દીકરીના કારણે સોશિયલ મિડીયામાં ચમકવા લાગ્યા છે. હકિકતમાં સોશિયલ મિડીયા પર અપલોડ થયેલો તેમનો એક વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વિડિયોમાં […]

જોશ બટલરના લાઇવ ઇન્ટરવ્યુમાં નાનકડી પુત્રીની ક્યુટ મસ્તી, ફેંસને દિકરીની ક્યુટનેસ પસંદ પડી

Follow us on

દુનિયાના સૌથી આક્રમક વિકેટકીપર બેટ્સમેનો પૈકીના એક ઇંગ્લેંડના જોસ બટલર, જ્યારે બેટીંગ કરતા હોય ત્યારે કોને પસંદ નથી હોતો તેનો અંદાજ. જોકે હાલમાં ઇંગ્લીશ ટીમ ના બેટ્સમેન જોશ બટલર પોતાની નાનકડી દીકરીના કારણે સોશિયલ મિડીયામાં ચમકવા લાગ્યા છે. હકિકતમાં સોશિયલ મિડીયા પર અપલોડ થયેલો તેમનો એક વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વિડિયોમાં જોશ બટલર પોતાની 18 મહિનાની નાનકડી દિકરીની મસ્તિભર્યા વર્તનને તે પોતે જ બતાવી રહ્યા છે. આ દિલચસ્પ બાબત ત્યારે સર્જાઇ હતી જ્યારે જોશ બટલર એક વિડીયો ઇન્ટરવ્યુમાં સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇને વાત કરી રહ્યા હતા. આ ઇન્ટરવ્યુ ના વચ્ચે જ અચાક તેમની પુત્રીએ તેમના ઇન્ટરવ્યુ ની વાતચીતને ખલેલ પહોંચાડવા લાગી હતી. જોકે તુરત જ બટલરે કહ્યુ હતુ કે મારી પાસે એક નાનકડી બાળકી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ વિડીયોમાં બટલરની દિકરી જ્યોર્જીયા  તેમની સાથે વિડીયોમાં જોઇ શકાય છે. વિડીયો ઇન્ટરવ્યુ દરમ્યાન પાછળ થી જ્યોર્જીયાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. બટલર ઇન્ટરવ્યુમાં પોતાની દિકરીના શોર બકોરને લઇને વચ્ચે વચ્ચે રોકાઇ જવુ  પડતુ હતુ. પરંતુ જ્યોર્જીયાએ લગાતા શોર બકોર કરવા લાગતી જોઇને બટલરે દિકરીને પોતાના ખોળામાં બેસાડી અને ઇન્ટરવ્યુને પુર્ણ કર્યુ હતુ.

બટલરે વિડીયોમાં વાતચીત કરતા કોરોના વાયરસની મહામારીના પડકારની બાબતે પણ ચર્ચા કરી હતી. સોશિયલ મિડીયા પર આ વિડીયો શેર કરવા સાથે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. આ સાથે જ મોટે ભાગે યુઝર્સ બટલરની દિકરીની શરારતોની ક્યુટનેસના પણ વખાણ કર્યા હતા. જ્યારે અનેક લોકોએ તો આ વિડીયોે ને પણ પોતાના પેજ પર શેર પણ કર્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article