અમેરિકાના રાષ્ટ્રપતિપદે જો બાઈડન ચૂંટાતા, જોફ્રા આર્ચરે કરેલ ટિવટની જુની પોષ્ટ થઈ વાયરલ

|

Jan 16, 2021 | 3:21 PM

અમેરીકામાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ રાષ્ટ્રપતિ ના પદ માટેના ચુંટણી પરીણામો સામે આવ્યા છે. જો બિડને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચુંટણીમાં હરાવી દીધા છે, સાથે જ મોટા અંતર થી જીત મેળવી છે. બિડનની આ જીત પછી ટ્વીટર પર લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટ જગતમાં પણ આ ચુંટણીને લઇને અનેક દિગ્ગજ ખેલાડીઓએ […]

અમેરિકાના રાષ્ટ્રપતિપદે જો બાઈડન ચૂંટાતા, જોફ્રા આર્ચરે કરેલ ટિવટની જુની પોષ્ટ થઈ વાયરલ

Follow us on

અમેરીકામાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ રાષ્ટ્રપતિ ના પદ માટેના ચુંટણી પરીણામો સામે આવ્યા છે. જો બિડને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચુંટણીમાં હરાવી દીધા છે, સાથે જ મોટા અંતર થી જીત મેળવી છે. બિડનની આ જીત પછી ટ્વીટર પર લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટ જગતમાં પણ આ ચુંટણીને લઇને અનેક દિગ્ગજ ખેલાડીઓએ પણ પોતાની પ્રતિક્રિયા રજુ કરી છે. આ દરમ્યાન જો બિડન ની જીત પછી ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો એક છ વર્ષ જુનો ટ્વીટ સોશિયલ મિડીયા પર વાયરલ થવા લાગ્યો છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વર્ષ 2014માં જોફ્રા આર્ચર દ્રારા કરવામાં આવેલા ટ્વીટમાં આર્ચરે એક શબ્દ લખ્યો હતો, ‘જો’. બસ આ શબ્દને લઇને લખાયેલી આ ટ્વીટ ને લોકો જો બિડન સાથે જોડીને જોઇ રહ્યા છે, લોકો પણ જોફ્રા આર્ચર દ્રારા છ વર્ષ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણીને સાચી માનવા લાગ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમે પણ આર્ચરની આ ટ્વીટ ને પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

જોફ્રા આર્ચરનુ પ્રદર્શન વર્તમાન સિઝનમાં ટી-20 લીગમાં ખુબ જ દમદાર રહ્યુ હતુ. તેણે રાજસ્થાન રોયલ્સ તરફ થી રમત રમીને 14 મેચોમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમ્યાન આર્ચર ખુબ જ કિફાયતી રહ્યા હતા. તેમનો ઇકોનોમી લગભગ 6.55 નો રહ્યો હતો. જોકે જોફ્રા આર્ચરના સારા પ્રદર્શન બાદ પણ રાજસ્થાનની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં અસફળ રહી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 3:25 pm, Sun, 8 November 20

Next Article