દરેક બોલરનું સપનું હોય છે આ રેકોર્ડ બનાવવાનું , બૂમ-બૂમ બુમરાહે બનાવ્યો તે રેકોર્ડ

|

Aug 26, 2019 | 9:41 AM

ભારતના ‘યોર્કરમેન’ જસપ્રીત બુમરાહની તોફાની બોલિંગના દમ પર પ્રથમ ટેસ્ટ મેચના ચોથા જ દિવસે વેસ્ટ ઈન્ડીઝને 318 રનથી હરાવ્યુ છે. તેની સાથે જ ભારતીય ટીમ બે મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે અને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ મેચમાં 60 પોઈન્ટ મેળવી લીધા છે. ઓછા રન આપીને વધારે વિકેટ લેવી બધા જ બોલરનું સપનું હોય છે. […]

દરેક બોલરનું સપનું હોય છે આ રેકોર્ડ બનાવવાનું , બૂમ-બૂમ બુમરાહે બનાવ્યો તે રેકોર્ડ

Follow us on

ભારતના ‘યોર્કરમેન’ જસપ્રીત બુમરાહની તોફાની બોલિંગના દમ પર પ્રથમ ટેસ્ટ મેચના ચોથા જ દિવસે વેસ્ટ ઈન્ડીઝને 318 રનથી હરાવ્યુ છે. તેની સાથે જ ભારતીય ટીમ બે મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે અને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ મેચમાં 60 પોઈન્ટ મેળવી લીધા છે.

ઓછા રન આપીને વધારે વિકેટ લેવી બધા જ બોલરનું સપનું હોય છે. ત્યારે ભારતીય ટીમના 25 વર્ષીય બોલર જસપ્રીત બુમરાહે એન્ટીગામાં ટેસ્ટ મેચમાં આ સફળતા મેળવી લીધી છે અને એક નવો જ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બુમરાહ સૌથી ઓછા રન આપીને ટેસ્ટની એક ઈનિંગમાં 5 વિકેટ લેવાવાળા ભારતીય બોલર બની ગયા છે. બુમરાહ પહેલા આ રેકોર્ડ વેંકટપતિ રાજૂના નામે હતો, તેમને 1990માં શ્રીલંકાની વિરૂદ્ધ ચંદીગઢમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સૌથી ઓછા રન આપીને ટેસ્ટની એક ઈનિંગમાં 5 કે તેથી વધારે વિકેટ લેનારા બોલર

બોલર

વિકેટ/રન

  વર્ષ

જસપ્રીત બુમરાહ 5/7 2019
વેંકટપતિ રાજુ 6/12 1990
હરભજન સિંહ  5/13 2006
જે.શ્રીનાથ  6/21  1996
રવીન્દ્ર જાડેજા  5/12 2015

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટેસ્ટની એક ઈનિંગમાં જસપ્રીત બુમરાહે ચોથી વખત 5 કે તેથી વધારે વિકેટ લીધી છે. તેમને દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને હવે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર આ સિદ્ધી મેળવી છે. બુમરાહ ભારત જ નહી પણ એશિયાના પ્રથમ એવા બોલર બની ગયા છે કે જે આ ચાર દેશોના પ્રત્યેક પ્રવાસમાં 5 વિકેટ પૂરા કર્યા, ઉલ્લેખનીય છે કે બુમરાહે આ દેશોના પ્રથમ પ્રવાસમાં જ આ સિદ્ધી મેળવી છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article