Japan Olympics: 60 ટકા જાપનીઓની માંગ, રદ કરો કાર્યક્રમ, જાણો શું કહ્યું પ્રધાનમંત્રીએ?

|

May 10, 2021 | 9:18 PM

કોરોના મહામારીએ ફરીથી જે રીતે બીજી લહેરમાં માથું ઊંચક્યું છે, તેમાં દુનિયાભરમાં ફરીવાર દહેશત ફેલાઈ ગઈ છે. જાપાનમાં આયોજિત થનાર ઓલમ્પિક ગેમ્સને લઈને પણ ઘણી અટકળો ચાલી રહી છે.

Japan Olympics: 60 ટકા જાપનીઓની માંગ, રદ કરો કાર્યક્રમ, જાણો શું કહ્યું પ્રધાનમંત્રીએ?

Follow us on

Japan Olympics 2021: કોરોના મહામારીએ ફરીથી જે રીતે બીજી લહેરમાં માથું ઊંચક્યું છે, તેમાં દુનિયાભરમાં ફરીવાર દહેશત ફેલાઈ ગઈ છે. જાપાનમાં આયોજિત થનાર ઓલમ્પિક ગેમ્સને લઈને પણ ઘણી અટકળો ચાલી રહી છે. તાજેતરમાં જ જાપાનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મોટા ભાગના લોકોએ ઓલમ્પિકના આયોજનને લઈને નનૈયો ભણ્યો હતો.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

60 ટકાથી પણ વધારે જાપાની જનતા નથી ઈચ્છતી કે આ મહામારીમાં ઓપલમ્પિકનું આયોજન થાય. આ ઓપીનિયન પોલ સાથે જાપાનના પ્રધાન મંત્રી યોશિહીદે સુગા (Yoshihide Suga) એ પણ નિવેદન આપ્યું છે કે તેમણે પોતે પણ ઓલમ્પિકના આયોજનને પ્રાધાન્ય નથી આપ્યું.

 

 

જાપાનમાં ધીમી ગતિએ રસીકરણ

જાપાનમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. આ સ્થિતિને જોઈને આપતકાલીન સ્થિતિને મે મહિનાના અંત સુધી વધારી દેવામાં આવી છે. જાપાનમાં રસીકરણની ગતિ વિશ્વના ધનિક દેશોની સરખામણીમાં ઘણી ધીમી છે. તેવામાં સવાલ એ ઊભો થાય છે કે આવી વિકટ પરિસ્થિતીઓ વચ્ચે પણ શું ઓલમ્પિકનું આયોજન કરવું જોઈએ?

 

 

જાપનીઓને સ્વાસ્થય અને સુરક્ષા પહેલા

જ્યારે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક અધિકારીઓએ, ટોક્યો ઓલમ્પિકના આયોજકો અને ખુદ યોશિહીદે સુગાએ ઓલમ્પિકનું આયોજન “Safe and Secure” રીતે કરવાની વાત કરી હતી. જેમાં માટે થઈને વિદેશી દર્શકો પર પ્રતિબંધ સહિત કોરોનાથી બચાવ માટેના કેટલાય આકરા નિયમો લાગુ કરવાના હતા.

 

 

પરંતુ ઓપિનિયન પોલ બાદ સુગાએ કહ્યું કે, “મારા માટે ઓલમ્પિક પ્રાથમિકતા નથી. મારી પ્રાથમિકતા જાપાનીઓનું સ્વાસ્થય અને તેમના જીવનની રક્ષા કરવાનું છે. આપણે સૌથી પહેલા કોરોના મહામારીથી લડવાનું છે.

 

આ પણ વાંચો : Coronavirus Update : સિડનીમાં એક વ્યક્તિના સંક્રમણનો સ્ત્રોત ન મળ્યો, એક અઠવાડિયા સુધી વધારાયા પ્રતિબંધ

 

Next Article