ત્રણેક મહિના પહેલા ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બન્યુ હતુ, હવે ટીમ ઈન્ડીયા માટે 6 મેચમાં 36 વિકેટ ઝડપી

|

Feb 26, 2021 | 11:45 PM

રવિચંદ્રન અશ્વિન (Ashwin)એ ટેસ્ટ ક્રિકેટને પાછળના કેટલાક મહિનાઓથી પરિકથા સ્વરુપ બતાવી છે. અમદાવાદ (Ahmedabad Test)માં ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બીજા દિવસે હરાવ્યા બાદ અશ્વિને કહ્યુ કે, કેટલાક મહિનાઓ પહેલા તેનું ટીમમાં સ્થાન ચોક્કસ નહોતુ.

ત્રણેક મહિના પહેલા ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બન્યુ હતુ, હવે ટીમ ઈન્ડીયા માટે 6 મેચમાં 36 વિકેટ ઝડપી
R Ashwin

Follow us on

રવિચંદ્રન અશ્વિન (Ashwin)એ ટેસ્ટ ક્રિકેટને પાછળના કેટલાક મહિનાઓથી પરિકથા સ્વરુપ બતાવી છે. અમદાવાદ (Ahmedabad Test)માં ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બીજા દિવસે હરાવ્યા બાદ અશ્વિને કહ્યુ કે, કેટલાક મહિનાઓ પહેલા તેનું ટીમમાં સ્થાન ચોક્કસ નહોતુ. જો ફરીથી મોકો મળ્યો અને 6 ટેસ્ટ મેચોમાં 36 વિકેટ લઈ ચુક્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલીયા પ્રવાસને યાદ કરતા કહ્યુ હતુ કે, ત્યાં પ્લેઈંગ ઈલેવન (Plyaing Eleven)માં તેનુ સ્થાન નહોતુ બની રહ્યુ. પરંતુ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈજા પામતા તેને રમવાનો મોકો મળ્યો હતો. તેના બાદ તે લગાતાર વિકેટ ઝડપવા સાથે જ સિડની અને ચેન્નાઈ ટેસ્ટમાં પોતાની બેટીંગથી પણ કમાલ કરી દેખાડ્યો હતો. અમદાવાદ ટેસ્ટ દરમ્યાન પણ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી લીધી હતી.

 

સ્ટાર સ્પોર્ટસ સાથે વાતચીત કરતા અશ્વિને કહ્યુ હતુ કે, સારુ લાગે છે, બોર્ડ 400 વિકેટની જાણકારી આપી રહ્યુ હતુ. પૂરુ સ્ટેડિયમ ઉભુ હતુ અને મારા માટે તાળીઓ પડી રહી હતી. આ ખુશીની વાત છે કે ટીમની જીત વાળી મેચમાં આ બધુ થયુ કારણ કે, જ્યારે પ્રથમ ઈનીંગમાં 145 રન પર જ સમેટાઈ જતા મને લાગી રહ્યુ હતુ કે, અમારી પાસે કદાચ પર્યાપ્ત લીડ નથી અને મેચ બરાબરી પર આવી હતી. પાછળના બે ત્રણ મહિનાઓમાં જે કંઈ થયુ તે સમજમાં નથી આવી રહ્યુ. જો હું પલટીને જોવુ તો આ એક સપનુ ચાલી રહ્યુ છે તેમ લાગી રહ્યુ છે. આ પરિકથારુપ છે. જ્યારે મેં ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ શરુ કર્યો ત્યારે મને આશા નહોતી કે, હું પ્લેઈંગ ઈલેવનમાં રમી શકીશ. કારણ કે ટીમમાં જાડેજાની જગ્યા બની રહી હતી. ત્યારબાદ તેને હેમસ્ટ્રીંગ ઈજા પહોંચી અને બધુ જ ઉપરની તરફ જઈ રહ્યુ હતુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

અશ્વિને ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીથી વાતચીતને પણ યાદ કરી હતી. ત્યાં તેને સંકેત આપવામાં આવ્યો હતો કે તેણે બેટીંગમાં સુધાર કરવો પડશે. અશ્વિને કહ્યુ હતુ કે, જ્યારે હું ઓસ્ટ્રેલીયા પહોંચ્યો તો સિડનીમાં પ્રથમ સેશન રોમાંચક હતુ. મેં વિચાર્યુ હતુ કે, હું આઈપીએલમાં બેટીંગ સારી કરી રહ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલીયા ગયો તો વિરાટ અને રવિ ભાઈ બંનેએ મારાથી વાત કરી અને કહ્યુ કે મારે બેટીંગમાં કેવી રીતે કામ કરવાનુ છે. કારણ કે બંનેને મારી બોલીંગમાં કંઈક ખાસ લાગ્યુ હતુ.

 

અશ્વિને વાત કરતા કહ્યુ કે મને એ ખબર નહોતી કે તેમણે શું વિચાર્યુ અને શું જોયુ અથવા શું મહેસુસ કર્યુ હતુ. પરંતુ તેમને લાગ્યુ કે હું સારી બોલીંગ કરી રહ્યો છું. લોકડાઉન દરમ્યાન પણ મેં પોતાની ફિટનેશ પર ખૂબ કામ કર્યુ હતુ. હું શરીરને આગળના બે, ત્રણ કે ચાર વર્ષ સુધી તૈયાર રાખવા માંગુ છુ. કારણ કે હાલમાં શરીર હવે વૃદ્ધ થઈ રહ્યુ છે. આવામાં હવે ફાયદો મળી રહ્યો છે. મેં લોકડાઉન દરમ્યાન સાતથી આઠ કિલો વજન ઓછુ કર્યુ હતુ. મને લાગે છે કે, ઓસ્ટ્રેલીયા પ્રવાસ બાદ કેટલીક ચીજો સુધરી છે.

 

પાછળના ત્રણ ચાર મહિનામાં અશ્વિન ભારતના એક મોટા મેચ વિનર છે. બોલથી કમાલ કરવા બાદ બે મેચોમાં તેના બેટથી જબરદસ્ત યોગદાન રહ્યુ હતુ. પ્રથમ સિડની ટેસ્ટમાં હનુમા વિહારીની સાથે મળીને ભારતને હારથી બચાવ્યુ હતુ. ત્યારબાદ ચેન્નાઇમાં બીજી ટેસ્ટમાં શતક લગાવ્યુ હતુ.

 

આ પણ વાંચો: શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ખંડણીનો ખેલ, 72 કરોડ રૂપિયા આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીઓને જાનથી મારી નાખીશું

Next Article