IPL: બેઝ પ્રાઇઝ કરતા મોંઘા ખરીદેલા શાહરુખને બસમાં પ્રવાસ દરમ્યાન જાણ થઇ કે કરોડપતિ બની ગયો

|

Feb 19, 2021 | 8:56 AM

તામિલનાડુના ક્રિકેટર એમ શાહરુખ ખાને (M Shahrukh Khan) આઇપીએલ ઓકશન (IPL Auction) સાથે જ સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેની પર બેઝ પ્રાઇઝ કરતા અનેકો ગણી રકમથી ખરીદવામાં આવ્યો હતો. તેની પર ટીમો વચ્ચે ચરસાચરસી ચાલી હતી. આઇપીએલ ઓકશનમાં તેને તેની બેઝ પ્રાઇઝ 20 લાખની સામે 5.25 કરોડ રુપિયામાં ખરિદવામાં આવ્યો હતો.

IPL: બેઝ પ્રાઇઝ કરતા મોંઘા ખરીદેલા શાહરુખને બસમાં પ્રવાસ દરમ્યાન જાણ થઇ કે કરોડપતિ બની ગયો
અગાઉ પણ શાહરુખ ખાન માટે આઇપીએલમાં સંભાવનાઓ વર્તાઇ હતી પરંતુ ખરિદાયો નહોતો.

Follow us on

તામિલનાડુના ક્રિકેટર એમ શાહરુખ ખાને (M Shahrukh Khan) આઇપીએલ ઓકશન (IPL Auction) સાથે જ સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેની પર બેઝ પ્રાઇઝ કરતા અનેકો ગણી રકમથી ખરીદવામાં આવ્યો હતો. તેની પર ટીમો વચ્ચે ચરસાચરસી ચાલી હતી. આઇપીએલ ઓકશનમાં તેને તેની બેઝ પ્રાઇઝ 20 લાખની સામે 5.25 કરોડ રુપિયામાં ખરિદવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ (Punjab Kings) એ તેને ખરિદ કરી લીધો હતો. શાહરુખ ખાને હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે કરેલી આક્રમક બેટીંગને લઇને મોટુ વળતર અહીં મળ્યુ છે. તામિલનાડુનો આ 25 વર્ષીય ઓલરાઉન્ડરે T20 ટુર્નામેન્ટમાં તામિલનાડુ (Tamil Nadu) માટે ટાઇટલ જીત દરમ્યાન ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી હતી, સાથે જ ધૂંઆધાર બેટીંગ પણ કરતો હતો.

શાહરુખખાન પર આઇપીએલની હરાજીમાં લાગેલી બોલીને લઇને તામિલ ખેલાડીઓએ ખૂબ જશ્ન મનાવ્યો હતો. વિજય હજારે ટ્રોફી માટે શાહરુખખાન તામિલનાડુ ટીમનો હિસ્સો છે. આવામાં બોલી દરમ્યાન તે બસમાં સફર કરી રહ્યો હતો. તે અને તેના સાથી પોતાના મોબાઇલ પર ઓકશન નિહાળી રહ્યા હતા. ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકે આ વિડીયો પણ સોશિયલ મિડીયા પર પોષ્ટ કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યુ છે કે, શાહરુખ ને માટે જ્યારે મોટી બોલી બોલાઇ તો લગભગ તમામ ખેલાડીઓ ઝૂમી ઉઠ્યા હતા. સૌ શાહરુખને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તો શાહરુખ પણ વધારે ઉત્સુકતા દર્શાવ્યા વિના બેઠો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તામિલનાડુએ શાહરુખની 19 બોલમાં 49 રનની ઇનીંગને લઇને ક્વાર્ટર ફાઇનલમાં મુશ્કેલીમાં ફસાયા બાદ હિમાચલ પ્રદેશને હરાવ્યુ હતુ. જ્યારે તેની 7 બોલમાં 18 રનની ઇનીંગને લઇને વડોદરા સામે ટાઇટલ જીતી શકાયુ હતુ. તેણે રાજસ્થાન રોયલ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સની ફેન્ચાઇઝી તરફ થી ટ્રાયલમાં હિસ્સો લીધો હતો. જેનાથી સ્પષ્ટ છે કે તેણે આ દરમ્યાન પ્રભાવ ઉભો કર્યો હતો.

PTI સાથે ની વાતચીતમાં શાહરુખ એ કહ્યુ હતુ કે, આ વર્ષે મને ખાસ આશાઓ નહોતી. સાચુ કહુ તો મારા મગજમાં કંઇજ નહોતુ ઓકશનને લઇને. લોકો મારા આઇપીએલ કોન્ટ્રાક્ટ હાંસલ કરવાની સંભાવનાઓ વિશે વાતો કરી રહ્યા હતા. જોકે મે તેની પર વધારે ધ્યાન નહોતુ આપ્યુ.

શાહરુખને ખ્યાલ છે કે, આઇપીએલ કોઇ પણ ખેલાડી માટે પોતાની રમતના નિખાર માટે મોટો મંચ છે. તેણે કહ્યુ હતુ, આઇપીએલ કોઇ પણ ક્રિકેટર માટે મોટુ પ્લેટફોર્મ છે. જ્યા તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મોટી હસ્તીઓની સામે અને સાથે રમવા નો મોકો મળે છે. તેમની સાથે વાત કરવા અને તેમને જોઇને કંઇક શીખી શકાય છે.

માતાના સંબંધીની સલાહ પર તેનુ નામ શાહરુખ રાખવામાં આવ્યુ હતુ, જે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના મોટા પ્રશંસક છે. જોકે આ બેટ્સમેન પોતાની ઓળખ ઉભી કરવા માંગે છે. કેટલાક વર્ષ પહેલા શાહરુખને આઇપીએલમાં સ્થાન મળવાની સંભાવનાઓ જોવા મળી હતી. પરંતુ એમ થયુ નહોતુ. જેને લઇને તે નિરાશ પણ હતો. તેણે કહ્યુ હતુ કે, હું નિરાશ હતો પરંતુ, કહીશ કે એવુ નથી કે હું ખોટું બોલુ છુ. જોકે હું તેમાથી સારી રીતે બહાર નિકળ્યો હતો. પરેશાન થવાને બદલે વિચાર્યુ કે આગળ શુ કરવાનુ છે.

Published On - 8:56 am, Fri, 19 February 21

Next Article